કહેવાય છે કે ચોમાસું એટલે પ્રેમ કરવાનો સમય. વરસાદમાં રોમાન્સ અને પ્રેમનો કંઇક અલગ જ અહેસાસ હોય છે. વરસાદમાં પલળ્યા બાદ તમારા પાર્ટનર સાથેની અંગત પળો માણવાની કંઇક અલગ જ મજા આવે છે.
આ ઋતુ ભલે ગમે એટલી રોમન્ટિક હોય પરંતુ તેની સાથે સાથે ઘણા રોગોને પણ લઇને આવે છે.
આ ઋતુમાં તમારે તમારા શરીરની સાફ સફાઈનું પુરતું ધ્યાન આપવું જોઈએ. જો તમે ચોમાસામાં પાર્ટનર સાથે સેક્સ કરવાનું વિચારી રહ્યા હોવ તો આ આર્ટિકલ વાંચ્યા બાદ કદાચ તમારે તમારો પ્લાન બદલવો પડી શકે છે. તો આવો જાણીએ કે વરસાદી ઋતુમાં સેક્સ કરવાથી તમારે કેવી-કેવી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે.
શરદી ખાંસી અને તાવ:
વરસાદમાં પલળ્યા પછી સેક્સ કરવાથી શરદી ખાંસી અને તાવ પણ આવી શકે છે. એટલું જ નહી આ ઋતુમાં જો તમારા પાર્ટનરને પહેલાથી શરદી-ખાંસી હોય તો તેનો ચેપ સરળતાથી લાગી શકે છે. ચેપથી બચવા માટે સેક્સ ના કરવું જોઇએ.
જેનાઈટલ હર્પીસ:
હર્પીસ એક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ છે જે બેક્ટેરિયલ ઈન્ફેક્શનના કારણે થાય છે. આ ઋતુમાં જો તમે શારીરિક સંબંધો બાંધો છો તો તમને જેનાઈટલ હર્પીસ થવાના ચાન્સિસ વધી જતા હોય છે. જેમાં પ્રાઈવેટ પાર્ટની આજુબાજુમાં ફોડલીઓ થઈ શકે છે. જો પહેલાથી ઇન્ફેક્શન હોય તો વરસાદની ઋતુમાં સેક્સ કરવાથી બચવું જોઇએ.
લુબ્રિકેશનમાં ઘટાડો:
વરસાદમાં સેક્સ કરવાથી નેચરલ લુબ્રિકેશન કામ નથી કરતું. એવામાં બહાર વરસાદનું પાણી અને અંદર નમીને કારણે પ્રાકૃતિક લુબ્રિકેશન અસરગ્રસ્ત થઈ શકે છે. ત્યારે વરસાદમાં યૌન સંબંધ બનાવવા તમારા માટે અને તમારા પાર્ટનર માટે દર્દનાક હોય શકે છે.
ઓરલ સેક્સમાં થઇ શકે છે આ બિમારીઓ:
વરસાદમાં ઓરલ સેક્સ કરવાથી પાર્ટનરની હેલ્થને નુકસાન પહોંચી શકે છે. ચોમાસામાં જ્યાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઝડપથી ફેલાય છે ત્યારે ઓરલ સેક્સ કરવામાં આવે તો gonorrhoea જે એક સેક્સુયલ ટ્રાન્સમીટિડ ઇન્ફેક્શન છે જે ઝડપથી ફેલાય છે.
અસુરક્ષિત સેક્સથી થઈ શકે બિમારી:
વરસાદી ઋતુમાં ઈન્ફેક્શનન તરત થઈ શકે છે. જો તમે કોન્ડોમ વિના સેક્સ કરવાનું વિચારી રહ્યા છો તો આનાથીં તમારી પાર્ટનરના પ્રેગ્નન્સીના ચાન્સ તો રહેશે જ સાથે સાથે બંનેને STD રોગ અને સ્કિન ઈન્ફેક્શન થવાની શક્યતા પણ વધી જતી હોય છે.