સંકટ / 'મહા' વાવાઝોડું ગુજરાત તરફ ફંટાય તેવી શક્યતા, જાણો ક્યાં કેવી થશે અસર?

'મહા' વાવાઝોડાને લઇ હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. 'મહા' વાવાઝોડું ગુજરાત તરફ ફંટાય તેવી શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે આ વાવાઝોડું સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ છે અને આ વાવાઝોડું હાલ ઇસ્ટ અરેબિયન્સમાં સક્રિય છે. જે વેસ્ટ સાઉથ અને વેસ્ટ વેરાવળથી 550 કિમી દૂર છે. જ્યારે વેસ્ટ સાઉથ અને વેસ્ટ દીવથી 580 કિમી દૂર છે. ત્યારે 6 કલાકમાં સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ સર્જાશે. અને 4 તારીખ પછી આ વાવાઝોડું દિશા બદલશે. હાલ આ વાવાઝોડું 110થા 120ની ગતિથી મુંબઇ નોર્થ તરફ આગળ વધી રહ્યું છે. જે 6 અથવા 7 નવેમ્બરે રાત્રે વાવાઝોડું દીવ અને દ્વારકાને ક્રોસ કરશે. જેના કારણે રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે. અને ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે. ત્યારે મહા વાવાઝોડાને લઇ માછીમારોને 5,6 અને 7 નવેમ્બરે દરિયામાં ન જવા સૂચના આપી દેવાઇ છે. મહા વાવાઝોડાને કારણે સાઉથ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ અને રાજકોટામં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. તો પોરબંદર, દ્વારકા, જામનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 6 નવેમ્બરે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અને 7 નવેમ્બરે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ