બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / વાવ પેટાચૂંટણી પહેલા માવજી પટેલ સહિત અનેક નેતાઓ ભાજપમાંથી બરખાસ્ત, પાટિલની કાર્યવાહી
Last Updated: 01:21 PM, 10 November 2024
વાવ વિધાનસભાની પેટાચૂંટણી મુદ્દે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાવ વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર માવજીભાઇ પટેલને ભાજપે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. પક્ષવિરોધી પ્રવૃતિ બદલ તેમની સામે પગલા લેતા તેમને સસ્પેન્ડ કરી દેવાયા. માત્ર માવજીભાઇ જ નહીં માવજી પટેલ સહિત કુલ પાંચ આગેવાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ભાભર માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન લાલજી ચૌધરીને પણ સસ્પેન્ડ કરી દેવાયા છે.. માર્કેટયાર્ડના ચેરમેન દલરામ પટેલને પણ સસ્પેન્ડ કરાયા. સૂઈગામ તાલુકાના પૂર્વ મહામંત્રી જામા પટેલને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.