Seven new judges have been appointed in the Gujarat High Court
નિમણૂંક /
ગુજરાત હાઈકોર્ટને મળ્યા 7 નવા જજ, જુઓ કોના નામોની થઈ પસંદગી
Team VTV10:46 PM, 16 Oct 21
| Updated: 10:51 PM, 16 Oct 21
ગુજરાત હાઇકોર્ટમાં કુલ 52 જજની જગ્યા સામે આ સાત જજ નવા નિમાતા હવે HCમાં કુલ 33 જજ કોર્ટના કામકાજનો કારોભાર સંભાળશે.
ગુજરાત હાઇકોર્ટને મળ્યા નવા 7 જજ
કોલેજિયમે ગુજરાત HCના 7 વકીલોના નામની ભલામણ કરી હતી
2 મહિલા જજ અને 5 પુરૂષ જજની નિમણૂંક કરાઇ
ગુજરાત હાઈકોર્ટમાં નવા સાત જજની નિમણૂક કરવામાં આવી છે. કોલેજિયમે ગુજરાત HCના 7 વકીલોના નામની ભલામણ કરી હતી જે બાદ આજે ગુજરાત હાઈકોર્ટના જજની નિયુકિત પર મંજૂરીની મહોર સરકાર તરફથી મારી દેવામાં આવી છે.આ માટે ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા નિમણૂકની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે જેમાં 2 મહિલા જજ અને 5 પુરૂષ જજને ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
કયા જજની હાઈકોર્ટમાં થઈ નિમણૂક
મોના મનીષ ભટ્ટ
નિશા મહેન્દ્ર ઠાકોર
સમીર.જે. દવે
હેમંત પ્રાચ્છક
સંદીપ એન. ભટ્ટ
અનિરુદ્ધ માયી
નિરલ મહેતા
ગુજરાત હાઇકોર્ટમાં કુલ 52 જજની જગ્યા સામે 33 જજ થયા
મહત્વનું છે કે ગુજરાત હાઇકોર્ટમાં કુલ 52 જજની જગ્યાઓ હોય છે જેમાં અડઘાથી પણ વધારે જગ્યા ખાલી હતી. જજ ભારણ ઓછું કરવા માટે કોલેજિયમે ગુજરાત HCના 7 વકીલોના નામની ભલામણ કરી હતી જેમની હવે નિમણૂક કરી દેવા ગુજરાત હાઈકોર્ટમાં જજની સંખ્યા વધીને 33 થઈ ગઈ છે.જણાવી દઈએ કે 13 ઓકટોબરના રોજ ગુજરાત HCના ચીફ જસ્ટિસ પદે અરવિંદ કુમારે શપથ લીધા છે. જે બાદ હાલ નવા 2 મહિલા જજની સાથે ગુજરાત હાઇકોર્ટમાં કુલ મહિલા જજની સંખ્યા 5 થઈ છે. જ્યારે 5 પુરૂષ જજની નિમણૂંક થતાં કુલ પુરૂષ જજની સંખ્યા 28 થઈ છે