બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 60 કિમીની ઝડપથી ફૂંકાશે પવન, મન મૂકીને વરસશે મેહુલિયો, આ જીલ્લાઓમાં યલો એલર્ટ
Last Updated: 03:42 PM, 7 August 2024
રાજ્યમાં હાલ વરસાદે વિરામ લીધો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા ત્રણ દિવસ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડતા સૂચના પણ આપવામાં આવી છે.
ADVERTISEMENT
સાત દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી
ADVERTISEMENT
હવામાન વિભાગનાં વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે સાત દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, દમણ અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતીકાલે નવસારી,વલસાડ અને દમણમાં યલો એલર્ટ
હવામાન વિભાગ દ્વારા સાત દિવસમાં ગુજરાતનાં અનેક જીલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આઠમી ઓગસ્ટે રાજ્યનાં કેટલાક જીલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતનાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
55થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે પવન
રામાશ્રય યાદવ દ્વારા નવમી ઓગસ્ટનાં રોજ ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ વાંચોઃ મેઘરાજા આ તારીખથી ફરી ગુજરાતને ધમરોળશે, અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી
માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચના
10 ઓગસ્ટનાં રોજ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતનાં વિસ્તારો જેવા કે ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આગામી ત્રણ દિવસ રાજ્યનાં તમામ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેમજ આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.