પરીક્ષા / ગુજરાત યુનિ.ની ઓનલાઇન પરીક્ષા પહેલાં જ મોક ટેસ્ટમાં સર્વર ડાઉન, સત્તાધીશોના પણ જવાબ આપવામાં ધાંધિયા

servers down in gujarat university during mock test

કોરોના વાયરસના કારણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. એ પહેલા વિદ્યાર્થીઓએ મોક ટેસ્ટ આપવો જરૂરી છે. આ મોક ટેસ્ટનું સર્વર આજે ખોરવાઈ જતા વિદ્યાર્થીઓ પરેશાન થઇ ગયા હતા. પરીક્ષાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે અને ચાલુ પરીક્ષામાં સર્વર ડાઉન થઇ જાય તો શું કરવું તેવો ભય વિદ્યાર્થીઓને સતાવે છે. અધૂરામાં પૂરું આ બેદરકારી સામે સત્તાધીશો ખુલાસો તો દુર ફોન ઉપાડવાથી દુર ભાગી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ