બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Serious allegations were again made by Yuvraj Singh Jadeja regarding the investigation into the recruitment scam

મોટું નિવેદન / પરીક્ષા કૌભાંડ મામલે યુવરાજસિંહના મોટા આક્ષેપ, કહ્યું- કૌભાંડનું એપી સેન્ટર છે આ જિલ્લો અને તાલુકો

Ronak

Last Updated: 03:31 PM, 9 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરતી કૌભાંડને લઈને યુવરાજ સિંહ જાડેજા દ્વારા ફરી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેમા તેમણે એવુું કહ્યું છે કે કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી જિલ્લો અને બાયડ તાલુકો છે.

  • ભરતી કૌભાંડની તપાસને લઈને યુવરાજ સિંહના આકરા સવાલ 
  • જેની પર આરોપ લાગ્યા તેજ તપાસ કરે તો સત્ય સામે આવશે: યુવરાજ સિંહ 
  • તપાસનું નાટક કરીને મળતિયાઓને બચાવાનું ષડયંત્ર : યુવરાજ સિંહ 

ભરતી કૌભાંડને લઈને યુવરાજ સિંહ જાડેજાએ અગાઉ ઘણા ઘટસ્ફોટ કર્યા હતા. જેથી કરીને સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જોકે હવે આ તપાસને લઈને પણ યુવરાજ સિંહ જાડેજા દ્વારા પ્રશ્નો કરવામાં આવ્યા છે. જેમા પહેલો પ્રશ્ન તો તેમણે એવો કર્યો છે કે કયા બેઝિઝ પર તપાસ કરવામાં આવી છે. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે સમગ્ર ભરતી કૌભાંડનું એપી સેન્ટર અરવલ્લી જિલ્લો અને બાયડ તાલુકો છે. 

તપાસ પર ઉઠાવ્યા ગંભીર સવાલ 

યુવરાજ સિંહે તપાસ પર સવાલો કરાત કહ્યું કે હું પોતે અરજદાર છું સાથેજ હું ફરિયાદી પણ છું. મારી પાસે હજુ સુધી કોઈપણ પ્રકારની પ્રાથમીક તપાસ કે પછી પુરાવાઓ લેવામાં નથી આવ્યા તો પછી તપાસ કઈ વાતની થઈ છે. જેથી યુવરાજ સિંહના કરેલા આક્ષેપોને લઈને હવે ભરતીકાંડની તપાસ મુદ્દે પણ સવાલો ઉઠી રહ્યા છે.

જેની પર આરોપ લાગ્યા તેજ તપાસ કરે છે 

વધુમાં યુવરાજસિંહે એવું પણ કહ્યું છે કે જેની પર આરોપ લાગ્યા છે તે પોતેજ તપાસ કરી રહ્યા છે. તો શું સત્ય ક્યારેય સામે આવશે કે નહી તે પણ ગંભીર સવાલ છે. સમગ્ર મામલે યુવરાજ સિંહે ફરીથી જે સવાલો ઉઠાવ્યા છે. તેને લઈને રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. 

તપાસના નામે ઢોંગનો ઉલ્લેખ 

યુવરાજ સિંહે એવું પણ નિવદન આપ્યું કે આ તપાસના નામે ઢોંગ થઈ રહ્યો છે. સાથેજ એવું પણ કહ્યું કે તપાસનું ખાલી નાટક કરવામાં આવી રહ્યું છે પોતાનાજ મળતિયાઓને બચાવવાનું ષડયંત્ર છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું કે સત્તા પક્ષ પોલીસ અને ઉર્જા વિભાગને નિષ્પક્ષ તપાસ માટે SIT અને CBIની માગણી કરી હતી. તો પછી તેના દ્વારા તપાસ કરવામાં કેમ ન આવી. 
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે યુવરાજસિંહે એવું પણ કહ્યું કે ખુદ સત્તાપક્ષ નથી ઈચ્છતો કે નિષ્પક્ષ રીતે તપાસ થાય. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે ઉર્જા વિભાગ તપાસ કરે તો એ સમજી શકાય કે પોતાની માને કોઈ ડાકણ ન કે આ પરિસ્થિતી ઘરના ભૂવા અને ધરના ડાકલા જેવી છે. શુદ્ધ હેતુથી તપાસ નિષ્પક્ષ થાય તો ઘણું બહાર આવે તેમ છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Requirement scandle ' Serious allegation yuvrajsinh jadeja ગંભીર આક્ષેપ ભરતી કૌભાંડ યુવરાજ સિંહ જાડેજા Yuvraj Singh Jadeja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ