રાજ્યભરમાં સરકારી તબીબોની વિવિધ માંગણીઓને લઈને હડતાળ ચાલી રહી છે.ત્યારે લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં એક યુવકને સમયસર સારવાર ન મળતા મૃત્યુ થયું હતું
સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર ન મળતા યુવકનું મોત નીપજ્યું
હડતાળના કારણે યુવકને તાત્કાલિક યોગ્ય સારવાર ન મળી
પલસાણા પાસે યુવકને કારે ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયો હતો
સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર ન મળતા યુવકનું મૃત્યુ
છેલ્લા 4 દિવસથી સમગ્ર રાજ્યમાં સરકારી તબીબો પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. જેમાં સુરત સિવિલ હોસ્પિટલના તબીબો પણ આ હડતાળમાં જોડાયા છે. જો કે, આ દરમિયાન આજે પલાસાણા પાસે એક યુવકને કારે ટક્કર મારતાં યુવક ગંભીર રીતે ઘવાયો હતો. જેથી તેની સુરત સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જો કે, તબીબો સુરત હોસ્પિટલના તબીબો હડતાળ પર હોવાથી યુવકને તાત્કાલિક યોગ્ય સારવાર ન મળતાં તેનું મોત નીપજ્યું હતું
પલસાણા પાસે યુવકને કારે ટક્કર મારી હતી
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના પલસાણા નજીક ઇટારવા ગામે એક કારચાલકે શ્યામસુંદર નામના યુવકને અડફેટે લેતા તેને ગંભીર ઈજા થઈ હતી. જેથી આસપાસના લોકોએ ઈજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બીજી આ ઘટના બનતા મૃતકના પરિવારજનેએ આક્ષેપ કર્યો હતો કે, જો હોસ્પિટલમાં સમયસર સારવાર ન મળતા તેનું મોત થયું હતું. વધુમાં મૃતકના ભાઈએ ઉમેર્યું કે, તબીબો હાજર હોત અને યોગ્ય સારવાર મળી હોત તો મારા ભાઈનો જીવ બચી ગયો હતો.
ઘરે પરત ફરતા અકસ્માત સર્જાયો
મૃતકના ભાઈના જણાવ્યા અનુસાર શ્યામ પાસવાન નોકરી પૂર્ણ કરીને પોતાના ઘર તરફ આવી રહ્યો હતો. દરમિયાન રસ્તો ક્રોસ કરીને શાકભાજી લેવા માટે જઈ રહ્યો હતો. તે દરમિયાન રોડ પરથી આવતી પૂરપાટ ઝડપે એક કારે તેને અડફેટે લેતાં તેને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત થતા આસપાસના લોકોએ અમને જાણ કરી હોવાનું મૃતકના પરિવારજને જણાવ્યું હતું.
અમદાવાદમાં સરકારી તબીબોની હડતાળથી હાલાકી
સરકારી તબીબોની હડતાળથી આરોગ્ય સેવા પર ગંભીર અસર પડી રહી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કોન્ટ્રાક્ટ તબીબોના ભરોસે છે. મહત્વનું સતત ચોથા દિવસે પણ તબીબોને હડતાળ ચાલુ રહેતા દર્દીઓ પર ગંભીર અસર જોવા મળી રહી છે. જેમાં સિવિલમાં સર્જરીની સંખ્યામાં 20 ટકાનો ઘટાડો નોધાયો છે. પ્લાન્ટ સર્જરીમાં સૌથી મોટી અસર જોવા મળી છે. બીજી તરફ સર્જરી અટકતા દર્દીઓ ભારે પરેશાન થવા પામ્યા છે.