બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / 500 મિલિયન ડૉલરના માલિકે કર્યું એવું કામ કે ગર્લફ્રેન્ડ ખુશીથી ચોંકી ઉઠી, જુઓ વીડિયો
Last Updated: 05:56 PM, 24 June 2024
તેની ગર્લફ્રેન્ડ હેલિકોપ્ટરમાંથી ઉતરે, ત્યારે તેના માટે લાલ જાજમના બદલે પૈસાની ચાદર પાથરી દીધી. એટલા બધા નોટોના બંડલ કે તમારા ને મારા જેવાના તો જોઈને જ હોશ ઉડી જાય. પરંતુ આ મહિલાએ પૈસા ન ઉઠાવ્યા, એના ઉપર મહારાણીની જેમ ચાલતી ચાલતી આગળ વધી ગઈ.
ADVERTISEMENT
આપણે એવી વિચિત્ર દુનિયામાં જીવી રહ્યા છીએ, જ્યાં કેટલાક લોકોને બે ટંકનું ભોજન નથી મળતું, તો કેટલાક લોકો પાસે એટલા પૈસા છે કે તેમણે વાપરવા ક્યાં એ એક સવાલ છે. કોઈના માથે દેવું છે, તો કોઈની પાસે પેઢીઓ સુધી ન ખુટે એવી સંપત્તિ છે. આમાંથી દુનિયામાં કેટલાક એવા પૈસાદાર લોકો પણ છે, જે પોતાની સંપત્તિનો દેખાડો કરવાનું નથી ચૂક્તા. એટલું જ નહીં પોતાની સંપત્તિનો દેખાડો કરવા માટે તેઓ વિચિત્ર હરકતો કરતા પહે છે, જેને જોઈને આપણને થાય કે લો બોલો આવાય લોકો છે! હાલ સોશિયલ મીડિયા પર એક બિઝનેસમેનનો આવો જ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક અરબપતિ બિઝનેસમેન પોતાની ગર્લફ્રેન્ડને હેલિકોપ્ટરથી મળવા બોલાવી રહ્યો છે. એટલું જ નહીં તેની ગર્લફ્રેન્ડ હેલિકોપ્ટરમાંથી ઉતરે, ત્યારે તેના માટે લાલ જાજમના બદલે પૈસાની ચાદર પાથરી દીધી. એટલા બધા નોટોના બંડલ કે તમારા ને મારા જેવાના તો જોઈને જ હોશ ઉડી જાય. પરંતુ આ મહિલાએ પૈસા ન ઉઠાવ્યા, એના ઉપર મહારાણીની જેમ ચાલતી ચાલતી આગળ વધી ગઈ.
ADVERTISEMENT
વીડિયોમાં જે વ્યક્તિ દેખાઈ રહ્યો છે, તેનું નામ સર્ગેઈ કોસેન્કો છે, જે ઈન્સ્ટાગ્રામ પર મિસ્ટર થેન્ક યુના નામથી વીડિયોઝ શૅર કરે છે. તાજેતરમાં જ તેમણે પોતાની ગર્લફ્રેન્ડ સાથેનો વીડિયો શૅર કર્યો, જેમાં જોઈ શકાય છે કે તેમની ગર્લફ્રેન્ડ લાલ હેલિકોપ્ટરમાંથી જ્યારે નીચે ઉતરે છે, તો પોતાને જાણે મહારાણી જ સમજી રહી છે. સર્ગેઈ પોતાની ગર્લફ્રેન્ડનો હાથ પકડીને હેલિકોપ્ટરમાંથી નીચે ઉતારે છે, પછી, તે હાથ પકડીને જ નોટોના બંડલ પર આગળ ચાલે છે. બ્લેક ડ્રેસમાં સજ્જ આ યુવતીએ કાળા ચશ્મા પહેર્યા છે. તો સર્ગેઈએ જાંબલી પેન્ટ અને સફેદ શર્ટ પહેર્યું છે. સર્ગેઈએ આ વીડિયો સાથે કેપ્શન પણ લખ્યું છે કે,'તને ખબર છે, મને શું વધારે સારુ લાગે છે? હું તને પૈસા કરતા પણ વધારે પ્રેમ કરું છું.'
વધુ વાંચોઃ ભારતમાં અહીં આવેલી છે 'સોનાની નદી', પાણી સાથે વહે છે સોનાના દાણા!
ઉલ્લેખનીય છે કે સર્ગેઈ કોસેંકોનો એક છોકરો પણ છે, જેની સાથે પણ તે વીડિયોઝ શૅર કરતા રહે છે. આ વીડિયો અત્યાર સુધી 50 લાખ કરતા વધારે વાર જોવાઈ ચૂક્યો છે, તો 1 લાખ કરતા વધારે લોકોએ વીડિયોને લાઈક કર્યો છે. હજારોની સંખ્યામાં લોકોએ આ વીડિયો શૅર પણ કર્યો છે. સાથે જ તેમાં હજ્જારો કમેન્ટ્સ આવી છે. હવે તમે વિચારતા હશો કે સર્ગેઈ એવું તો શું કામ કરે છે કે તે આટલા પૈસા ઉડાવે છે. તો ઈન્ટરનેટ પર રહેલી માહિતી પ્રમાણે સર્ગેઈના જુદા જુદા ઘણા બિઝનેસ છે અને તે 500 મિલિયન ડૉલરના માલિક છે. દુબઈમાં તેમનું પ્રોપર્ટીનું પણ કામકાજ છે. આ ઉપરાંત તે સોશિયલ મીડિયા દ્વારા પણ કમાણી કરે છે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT