બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / VIDEO: રાષ્ટ્રપતિ જે કારમાં બેઠા હતા તે કારનું ટાયર હવામાં ફંગોળાયું, મોટો અકસ્માત ટળ્યો, તપાસના આદેશ
Last Updated: 12:22 PM, 10 February 2025
Serbia Accident : સર્બિયાના રાષ્ટ્રપતિની કારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. વાસ્તવમાં સર્બિયન રાષ્ટ્રપતિનો કાફલો રોડ પરથી પસાર થતો હતો તે સમયે આ દુર્ઘટના બની હતી. પ્રાથમિક વિગતો મુજબ કારનું વ્હીલ હવામાં ફંગોળાઇ ગયુ હતું. રાષ્ટ્રપતિ વુસિકના કાફલામાં સામેલ એક વાહનનું વ્હીલ નિકળી ગયા બાદ હવે આ મામલે સુરક્ષા કર્મચારીઓએ ઘટનાની તપાસ શરુ કરી છે. અહીં રાહતની વાત એ છે કે, અકસ્માત બાદ પણ કાર પલટી ન ખાતા મોટો અકસ્માત ટળ્યો હતો. આ સમગ્ર ઘટના કારમાં લાગેલા ડેશકેમમાં રેકોર્ડ થઇ છે.
ADVERTISEMENT
#BREAKING #Serbia An accident occurred when a tire fell off the vehicle carrying the President of Serbia, Aleksandar Vučić.
— The National Independent (@NationalIndNews) February 8, 2025
No injuries were reported, and the president was seen exiting the vehicle unharmed. pic.twitter.com/E5UwMQYHX7
ADVERTISEMENT
અહેવાલ મુજબ , સર્બિયન રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વુસિકને તેમના સત્તાવાર વાહનમાં મુસાફરી કરતી વખતે કાર અકસ્માતનો સામનો કરવો પડ્યો છે. 8 ફેબ્રુઆરીના રોજ એલેક્ઝાન્ડર વુસિક દેશના ઉત્તરમાં આવેલા મોક્રીન જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. આ ઘટનામાં તેમનીકારનું ટાયર ફાટી ગયું. કાર ગતિમાં હતી ત્યારે ટાયર ફાટ્યું જેના કારણે કાર કાબૂ બહાર જતી રહી હતી. જોકે કોઈ ઈજાના અહેવાલ નથી અને એલેક્ઝાન્ડર વુસિક પોતાની મુસાફરી ચાલુ રાખવા માટે બીજા વાહનમાં સ્થળાંતરિત થયા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.