બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / હવે એ દિવસો દૂર નથી કે, જ્યારે સેન્સેક્સ 100000ને પાર પહોંચી જશે, જાણો શું કહી રહ્યાં છે માર્કેટ એક્સપર્ટ
Last Updated: 04:41 PM, 1 October 2024
ભારતીય શેર બજાર માટે વર્ષ 2024 શાનદાર રહ્યું છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરો વાળું સેન્સેક્સ હોય કે પછી નેશનલ સ્ટોક એક્સચેન્જનું નિફ્ટી, બન્નેએ નવો રેકોર્ડ બનાવ્યો છે. Sensexની વાત કરીએ તો તે 86,000ની બિલકુલ નજીક પહોંચી ગયું છે.
ADVERTISEMENT
તેની રફ્તારને જોતા એક વખત ફરી સવાલ ઉઠી રહ્યા છે કે શું તે 1 લાખનો સ્તર પાર કરી લેશે? હવે દિગ્ગજ રોકાણકાર માર્ક મોબિયસે તેની ડેડલાઈન જણાવી છે અને કહ્યું છે કે આ વર્ષના અંત સુધી BSE Sensex એક લાખનો જાદુઈ આંકડો સ્પર્શ કરી શકે છે.
ADVERTISEMENT
માર્ક મોબિયસને બજાર પાસે આ આશા
દિગ્ગજ રોકાણકાર અને માર્કેટ એક્સપર્ટ માર્ક મોબિયસે અનુમાન જાહેર કરતા કહ્યું છે કે ચાઈનીઝ શેરોમાં જાહેર તેજીના કારણે આ વર્ષના અંત સુધી સેન્સેક્સ 1,00,000નો સ્તર સ્પર્શી શકે છે. મહત્વનું છે કે મોહિયસને ઉભરતા બજારમાં રોકાણ માટે ઈન્ડિયાના જોન્સ પણ કહેવામાં આવે છે.
એક રિપોર્ટ અુસાર તેમણે કહ્યું કે જો માર્કેટ રેગ્યુલેટર સેબી ડેરિવેટિવ એક્ટિવિટીઝને સીમિત કરવા માટે મોટા નિયમ બનાવે છે તો તેનો સ્ટોક માર્કેટ પર મોટી અસર કરી શકે છે.
ઉભરતા બજારમાં ઈન્વેસ્ટમેન્ટની સલાહ
એક ઈન્ટરવ્યૂ અનુસાર માર્ક મોબિયસે કહ્યું કે તે ઉભરતા બજારોમાં આવનાક ફંડને આ સલાહ આપશે કે તે પોતાના અડધાથી વધારે ઈન્વેસ્ટમેન્ટ ભારતમાં લાવે. તેની સાથે જ તેમણે ભારતના સેમીકંડક્ટર સેક્ટરમાં વધતા રસ અને આ દિશામં ઉઠાવવામાં આવી રહેલા પગલાને સરાહનીય જણાવ્યા છે.
તેની સાથે જ તેમણે વિદેશી ફંડોને સલાહ આપતા કહ્યું છે કે ભારત ઉપરાંત 25 ટકા ચીન અને તાઈવાનમાં જ્યારે 25 ટકા ઈન્વેસ્ટમેન્ટ વિયતનામ, તુર્કી, બ્રાઝીલ, સાઉથ કોરિયા અને થાઈલેન્ડમાં લાગવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.