બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:20 AM, 16 September 2024
Stock Market : આજે સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં મોટી ઉછાળો આવ્યો છે. આજે શરૂઆતના કારોબારમાં જ સેન્સેક્સે 83000ની સપાટી વટાવી દીધી છે. ટાટા સ્ટીલ, એશિયન પેઇન્ટ્સ, એનટીપીસી, જેએસડબલ્યુ સ્ટીલ, એક્સિસ બેન્ક, કોટક બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ, રિલાયન્સ જેવા શેરોએ સેન્સેક્સના ઉછાળામાં ફાળો આપ્યો છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવારે સ્થાનિક શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું હતું. BSEના 30 શેરોવાળા સંવેદી ઈન્ડેક્સ સેન્સેક્સ 94 અંકના વધારા સાથે 82985 ના સ્તર પર ખુલ્યા છે. જ્યારે NSE ના 50 શેરો વાળા બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી 50 એ 25406 ના સ્તર થી 50 અંક ના વધારા સાથે આજના કારોબારની શરૂઆત કરી છે.
ADVERTISEMENT
શેરબજારની ગતિ હવે થોડી ધીમી પડી ગઈ છે. સેન્સેક્સ માત્ર 42 પોઈન્ટ વધીને 82932 પર છે. નિફ્ટી પણ 18 અંક વધીને 25375ના સ્તરે છે. આજે નિફ્ટી 25445 ના સ્તર પર પહોંચી ગયો હતો. જ્યારે સેન્સેક્સ દિવસની સર્વોચ્ચ સપાટી 83,184.34 પર પહોંચ્યો હતો. સેન્સેક્સ 83000 ની ઉપર અને નિફ્ટી 25400 ની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીના ટોપ ગેનર્સમાં આઇશર મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, NTPC, કોટક બેન્ક અને શ્રીરામ ફાઇનાન્સ છે. જ્યારે, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, હિન્દુસ્તાન યુનિલિવર, SBI લાઇફ અને સ્ટેટ બેંક ટોપ લુઝર્સમાં સામેલ છે.
વધુ વાંચો : બજાજ હાઉસિંગ IPOનું લિસ્ટિંગ, રોકાણકારોને થયો બમણો ફાયદો, આટલા પર ખૂલ્યો શેર
વૈશ્વિક બજારમાં ઉછાળા પછી સ્થાનિક શેરબજારના મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી 50 સોમવારે તેજી સાથે ખુલવાની અપેક્ષા હતી. એશિયન બજારો મોટાભાગે રજા માટે બંધ રહ્યા હતા જ્યારે યુએસ ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિ આગળ આ સપ્તાહે યુએસ શેરબજારો ઊંચા સ્તરે બંધ રહ્યા હતા જેમાં ફેડ ચેર જેરોમ પોવેલની આગેવાની હેઠળના FOMC દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાની વ્યાપક અપેક્ષા હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.