બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:23 PM, 21 January 2025
Share Market Crash: ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારતીય શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ ૧,૨૩૫ પોઈન્ટ અને નિફ્ટી ૩૨૦ પોઈન્ટ ઘટ્યો. નિષ્ણાતોએ ટ્રમ્પ દ્વારા બ્રિક્સ દેશો પર ટેરિફ લગાવવાની ધમકી, નબળા ત્રિમાસિક પરિણામો અને FII વેચાણને ઘટાડા માટે જવાબદાર ઠેરવ્યા છે.
ADVERTISEMENT
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ પછી મંગળવારે (21 જાન્યુઆરી) ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો થયો. ટ્રેડિંગના અંતે 30 શેર પર આધારિત બોમ્બે સ્ટોક એક્સચેન્જ સેન્સેક્સ 1,235.08 પોઈન્ટ ઘટીને 75,838.63 પોઈન્ટ પર બંધ થયો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 320.10 પોઈન્ટ એટલે 1.37 ટકા ઘટીને 23,024.65 પર બંધ થયો છે.
ADVERTISEMENT
મંગળવારના કારોબારમાં નિફ્ટીમાં અપોલો હોસ્પિટલ્સ, બીપીસીએલ, ટાટા કન્ઝ્યુમર, જેએસડબ્લ્યુ સ્ટીલ અને શ્રીરામ ફાઇનાન્સ ટોચના વધ્યા હતા. જ્યારે ટ્રેન્ટ, અદાણી પોર્ટ્સ, NTPC, આઇસીઆઇસીઆઇ બેંક અને એસબીઆઇ સૌથી વધુ નુકસાન કરનારા હતા.
મંગળવારે શેરબજારમાં થયેલા ઘટાડા પાછળના 5 મુખ્ય કારણો જાણીએ
બ્રિક્સ દેશો પર ટેરિફ લાદવાની ધમકી
બ્રિક્સ દેશો અંગે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી બજારમાં ખળભળાટ મચી ગયો છે. બ્રિક્સ દેશોમાં ભારત ઉપરાંત બ્રાઝિલ, ચીન, રશિયા અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ થાય છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ એવા દેશો પર 100 ટકા ટેરિફ લાદવાનો ઇરાદો ધરાવે છે જે આંતરરાષ્ટ્રીય વેપારમાં યુએસ ડોલર પરની તેમની નિર્ભરતા ઘટાડી રહ્યા છે.
નબળા ત્રિમાસિક પરિણામો
ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીઓના મિશ્ર ત્રિમાસિક પરિણામોએ બજારમાં ચિંતાઓ વધુ વધારી છે. ડિક્સન ટેક્નોલોજીસના શેર આજે 14 ટકાથી વધુ ઘટ્યા. ઝોમેટોના શેરમાં પણ મોટો ઘટાડો નોંધાયો.
જાપાનમાં વ્યાજ દરોમાં વધારો થવાની ધારણા
મંગળવારે બેંક ઓફ જાપાન (BOJ) દ્વારા દરમાં વધારાની શક્યતાએ પણ વૈશ્વિક બજારોમાં ચિંતા પેદા કરી હતી. જો આ વધારો થશે તો ગયા વર્ષે જુલાઈ પછીનો આ પહેલો વધારો હશે.
FII દ્વારા સતત વેચાણ
વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ ભારતીય બજારમાંથી નાણાં ઉપાડવાનું જરૂરી બનાવી દીધું છે. 20 જાન્યુઆરીના તેમણે લગભગ રૂ. 4,336.54 કરોડના શેર વેચ્યા. જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ લગભગ 50,912.60 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે.
આ પણ વાંચોઃ પહેલા ગરીબીમાં જીવન વિતાવ્યું, અને હવે છે 862940833000 સંપત્તિ, જેઓ છે અમેરિકાના સૌથી ધનવાન
બજેટ અંગે અનિશ્ચિતતા
આગામી બજેટ 2025ને કારણે પણ અનિશ્ચિતતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને રોકાણકારો બજેટની જાહેરાતો પહેલા 'દેખો અને રાહ જુઓ'ના મૂડમાં હોય તેવું લાગે છે. એક બિઝનેસ ન્યુઝ સાથે વાત કરતા મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીસના વાઇસ પ્રેસિડેન્ટ ચિત જૈને જણાવ્યું હતું કે, “ભારત VIX ઇન્ડેક્સ આજે 5 ટકાથી વધુ ઉછળ્યો છે, જે કેન્દ્રીય બજેટ પહેલા બજારમાં વધતી અનિશ્ચિતતા દર્શાવે છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ ભારતીય બજારમાં વેચનાર રહ્યા છે. બજારમાં જોવા મળેલા ઘટાડાનું આ મુખ્ય કારણ છે.”
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.