Sensex crashes 1368 points in early trade currently trading at 52965 Nifty at 15870
BIG BREAKING /
શેર માર્કેટ ખૂલતાંની સાથે જ ધડામ: 1368 પોઈન્ટ તૂટયો સેન્સેક્સ, હજુ દિવસભરમાં અબજોના નુકસાનની ભીતિ
Team VTV09:40 AM, 07 Mar 22
| Updated: 10:00 AM, 07 Mar 22
શેર માર્કેટ ખૂલતાંની સાથે જ ધડામ દઇને નીચે આવી ગયું છે. સપ્તાહના પ્રથમ દિવસે જ 1368 પોઈન્ટ તૂટીને સેન્સેક્સ 52,965 પર કારોબાર કરી રહ્યો છે તો નિફ્ટી 15,870 પર કારોબાર કરી રહ્યો છે.
છેલ્લાં 3 મહિનાથી માર્કેટ પર વેચાણનું દબાણ
રશિયા-યુક્રેન યુદ્ધે રોકાણકારોની ઊંઘ ઉડાડી દીધી
સપ્તાહના પ્રથમ દિવસે જ શેરબજારમાં ભારે ઘટાડો
ભારતીય શેરબજારોમાં સપ્તાહના પ્રથમ દિવસે જ ભારે ઘટાડો જોવા મળ્યો છે. એટલે કે શેર માર્કેટ ખૂલતાની સાથે જ સેન્સેક્સ 1368 અંક ઘટી 52,965 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 15,870 પર કારોબાર કરી રહ્યો છે.
Sensex crashes 1368 points in early trade, currently trading at 52,965; Nifty at 15,870
યુક્રેન (Ukraine) પર રશિયાએ કરેલા એટેક બાદથી વિશ્વભરના શેરબજારમાં ભારે ઘટાડાનો ગાળો શરૂ થઇ ગયો છે. ભારતીય બજાર પણ વેચાણના આ ટ્રેંડથી બાકાત નથી અને સતત નુકસાનનો સામનો કરી રહ્યું છે. આ સપ્તાહના પ્રથમ દિવસે બજાર ખુલતાની સાથે જ BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી બીજા મોટા ઘટાડા તરફ આગળ વધ્યા હતાં. ટાટા મોટર્સનો શેર આજે રૂ. 400ની નીચે ખૂલ્યો હતો અને લગભગ 5.5 ટકાના ઘટાડા સાથે રૂ. 395 પર ટ્રેંડ કરી રહ્યો હતો.
ગત સપ્તાહના અંતિમ દિવસે પણ સ્થાનિક બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો
આ પહેલા ગત સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે સ્થાનિક બજારમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ લગભગ 769 પોઈન્ટ (1.4 ટકા) ઘટીને 54,333 પોઈન્ટ પર રહ્યો હતો. નિફ્ટી પણ 1.53 ટકા ઘટીને 16,245 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. ગુરુવારે દિવસનો વેપાર પૂર્ણ થયા બાદ સેન્સેક્સ 366.22 પોઈન્ટ (0.66 ટકા) ઘટીને 55,102.68 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. NSEનો નિફ્ટી પણ 107.90 પોઈન્ટ (0.65 ટકા) ઘટીને 16,498.05 પર બંધ થયો હતો.
બુધવારે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે એક સમયે 1000 થી વધુ પોઈન્ટના ઘટાડા બાદ સેન્સેક્સ આખરે 778.38 પોઈન્ટ (1.38 ટકા) ના નુકસાન સાથે 55,468.90 પર બંધ રહ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી 187.95 પોઈન્ટ (1.12 ટકા) ના નુકસાન સાથે 16,605.95 પર બંધ રહ્યો હતો. મંગળવારે મહાશિવરાત્રી નિમિત્તે બજારમાં કારોબાર જોવા મળ્યો ન હતો જ્યારે સોમવારે ભારે ઉથલપાથલ બાદ બજારમાં થોડો વધારો જોવા મળ્યો હતો.