બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:10 PM, 13 February 2025
Sensex Closing Bell: ઉતાર ચઢાવ પછી બજાર સતત સાતમા દિવસે પણ તૂટ્યું છે, સેન્સેક્સ 35 પોઈન્ટ ઘટ્યો છે તેમજ નિફ્ટી પણ તૂટ્યો છે. શેરબજારમાં ઘટાડાનો ટ્રેન્ડ ગુરુવારે પણ જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ આજે 32.11 પોઈન્ટ ઘટીને 76,138.97 પર બંધ થયો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી પણ 13.85 પોઈન્ટ નબળો પડીને 23,031.40ના સ્તરે બંધ થયો. આજના ટ્રેડિંગ દરમિયાન નિફ્ટીએ 23,235.50 ની ઇન્ટ્રાડે હાઈ સપાટી નોંધાવી હતી. જ્યારે દિવસનું સૌથી નીચું સ્તર 22,992.20 જોવા મળ્યું હતું.
ADVERTISEMENT
27 કંપનીઓના શેર લાલ નિશાન પર બંધ થયા હતા
માહિતી મુજબ નિફ્ટી 50માં સમાવિષ્ટ 50 કંપનીઓમાંથી 27 કંપનીઓના શેર લાલ નિશાન પર બંધ થયા હતા. નુકસાનમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, હીરો મોટોકોર્પ, ઇન્ફોસિસ અને લાર્સન એન્ડ ટુબ્રોનો સમાવેશ થાય છે, જે 4.93 ટકા સુધીના નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટી 50 શેરોમાં, સન ફાર્મા, બજાજ ફિનસર્વ, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ અને સિપ્લા સૌથી વધુ વધ્યા હતા. આ શેર 3.12 ટકા સુધીના વધારા સાથે બંધ થયા.
ADVERTISEMENT
આ પણ વાંચો: એક બાદ એક આવ્યા 3 ગુડ ન્યૂઝ, ફેબ્રુઆરીમાં થશે આમ જનતાની બલ્લે-બલ્લે!
નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 0.37 ટકા ઘટ્યો હતો
નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 0.25 ટકા વધ્યો હતો, જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 0.37 ટકા ઘટ્યો હતો. નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસ, ફાર્મા, મેટલ, હેલ્થકેર, પ્રાઇવેટ બેંક અને રિયલ્ટી સૂચકાંકો 1.47 ટકા સુધીના વધારા સાથે બંધ થયા. તેવી જ રીતે, NSE પર ઓટો, IT, FMCG, PSU બેંકો, OMCs અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરલ ઇન્ડેક્સમાં 1 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.