બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:00 PM, 16 January 2025
ઉત્તમ વૈશ્વિક સંકેતોને કારણે બજારમાં ઉત્સાહ છવાયેલો રહ્યો. અને બજાર સતત ત્રીજા દિવસે તેજી સાથે બંધ થયું. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદી જોવા મળી. બેંકિંગ શેરોમાં તેજી, ઇન્ડેક્સ 1% થી વધુ વધ્યો. મેટલ, પીએસઈ, એનર્જી શેરોમાં ખરીદારી જોવા મળી હતી જ્યારે ઈન્ફ્રા, ઓટો ઈન્ડેક્સ વધીને બંધ થયા હતા.
ADVERTISEMENT
ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 318.74 પોઈન્ટ્સ અથવા 0.42 ટકાના વધારા સાથે 77,042.82 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 98.60 પોઈન્ટ અથવા 0.42 ટકાના વધારા સાથે 23,311.80 પર બંધ રહ્યો હતો.
HDFC લાઈફ, શ્રીરામ ફાઈનાન્સ, SBI લાઈફ ઈન્સ્યોરન્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ નિફ્ટીમાં ટોપ ગેઈનર્સ હતા. જ્યારે ટ્રેન્ટ, ટાટા કન્ઝ્યુમર, ડૉ. રેડ્ડીઝ લેબ્સ, એચસીએલ ટેક, નેસ્લે નિફ્ટીના ટોપ લુઝર હતા.
ADVERTISEMENT
BSE મિડકેપ ઈન્ડેક્સ 1 ટકાના વધારા સાથે અને સ્મોલકેપ ઈન્ડેક્સ 1.5 ટકાના વધારા સાથે બંધ થયા છે.
આ પણ વાંચોઃ હિંડનબર્ગ રિસર્ચ કંપનીનું શટર કેમ ડાઉન થયું? કોણ છે નેથન એંડરસન, જાણો સંપૂર્ણ વિગત
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.