અમદાવાદ / નિત્યાનંદ કેસમાં સિનિયર IASની ભૂમિકાથી DPS સ્કુલને બચાવવાનો પ્રયાસ

નિત્યાનંદ કેસમાં હવે નવો વિવાદ સામે આવ્યો છે. નિત્યાનંદ કેસમાં સિનિયર IASની ભૂમિકાથી DPS સ્કૂલને બચાવવા માટે પ્રયાસ થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. યુવા અન સ્ટોપેબલ NGOના અમિતાભ શાહની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાનું સામે આવ્યું છે.. એક સિનિયર IAS અધિકારી નિત્યાનંદને છાવરી રહ્યા છે. તો અમિતાભ શાહે નિત્યાનંદનો સંપર્ક IAS અધિકારીઓ સાથે કરાવ્યો હતો. અને રાજ્યના નેતાઓ સાથે પણ કરાવ્યો હતો. એક મંત્રીએ પણ રાજકીય કારકિર્દી બચાવવા નિત્યાનંદ સાથે યજ્ઞ કરાવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સિનિયર IAS અધિકારી દક્ષિણ ભારતીય છે. અને કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેટર પણ રહી ચૂક્યા છે.. એક મંત્રી પણ મંજૂલા શ્રોફને બચાવવા સિનિયર IASના સંપર્ક તેમજ અમિત શાહે પણ મંત્રીનો સંપર્ક કર્યો હોવાનું સામે આવી રહ્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x