બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો કિસ્સો, વોટ્સએપ પર આવ્યો વિડીયો કોલ અને લાગ્યો 1.94 કરોડનો ચૂનો
Last Updated: 11:29 PM, 13 December 2024
સાઇબર ક્રાઇમનો નવો એક ચોંકાવનારો મામલો જોવા મળ્યો છે. બેંગલોરમાં રહેતા એક વૃદ્ધની FDથી 1 કરોડ 94 લાખ રૂપિયા પડાવી લીધા. રિપોર્ટ અનુસાર, હેકર્સે પીડિતને 7 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખ્યા. તે સતત આ દાવો કરતા રહ્યા કે મની લોન્ડરિંગ મામલામાં તેની મિલીભગત રહી છે. આ દરમિયાન જાણીતા બિઝનેસમેન નરેશ ગોયલનું નામ લીધું હતું. આ છેતરપિંડીની શરૂઆત 30 નવેમ્બરે થઈ હતી.
ADVERTISEMENT
68 વર્ષના મનપ્રીતને WhatsApp પર અજાણ્યા નંબરથી વિડીયો કોલ આવ્યો. હેકર્સે તેમણે કહ્યું કે તે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચથી વાત કરી રહ્યા છે. તેમણે પોલીસ સ્ટેશન જેવી સેટ-અપ પણ બનાવ્યું હતું. આનાથી મનપ્રિતને આની ખબર પણ ન થઈ કે તે છેતરપિંડી કરનાર હોઈ શકે છે. તેમણે કોલ પર કહ્યું, 'ગોયલ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસમાં તપાસ ચાલુ છે અને આ દરમિયાન તમારું નામ મળ્યું છે. અમે તપાસ દરમિયાન કુલ 247 ATM કાર્ડ જપ્ત કર્યું છે જેમાંથી એક તમારું છે. હેકર્સની આ વાત સાંભળીને મનપ્રિત ડરી ગયા. હેકર્સએ કહ્યું કે, 'અમને શંકા છે કે તમે ગોયલ પાસે કમિશન લીધું હશે. આ રીતે તમે ડાયરેક્ટ ગુનામાં સામેલ છો.'
ADVERTISEMENT
વધુ વાંચો:'અભિનેતાનો કોઈ દોષ નથી...' અલ્લુ અર્જુનની ધરપકડ પર મૃતક મહિલાના પતિનું નિવેદન
કેવી રીતે બહાર આવ્યું સમગ્ર રહસ્ય?
મનપ્રિતે કહ્યું, 'તેમણે મને કહ્યું તમે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ આવો અથવા વિડીયો કોલ પર તપાસમાં સહાયતા કરો. આ બાદ તેમણે મારા બેંક એકાઉન્ટ સંબંધિત ડિટેલ માંગવાની શરૂઆત કરી. તેમણે મને કહ્યું એ પણ કહ્યું કે આ તપાસ વિશે કોઈને ન કહું.' આ બાદ તેમણે કહ્યું 1.94 કરોડ રૂપિયાની માંગણી કરી અંતે દબાવ બનાવવા લાગ્યા. મેં આ રકમ તેમના અલગ-અલગ રીતે ચૂકવી. મનપ્રિતે 7 ડિસેમ્બરે આ ઘટના વિષે મારી નાની દીકરીને કહ્યું. ત્યારે આનો ખુલાસો થયો કે તેની સાથે ફ્રોડ થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.