બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / senior citizen concession on train ticket news gone viral PIB fact check said this is fake news

ફેક્ટ ચેક / 1 જૂલાઈથી વડીલો સસ્તામાં મુસાફરી કરી શકશે? આવું કોઈ કહે તો માની ન લેતા, રેલ વિભાગનો મોટો ખુલાસો

MayurN

Last Updated: 04:11 PM, 18 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ ખોટા ન્યુઝ વાયુગતિએ ફેલાય છે ત્યારે કોઈ મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રેલ્વેમાં હવે સીનીયર સિટિઝન્સને ટીકીટ પર ડિસ્કાઉન્ટ મળશે પરંતુ આ બિલકુલ ખોટું છે.

  • રેલવેના નિયમોમાં ઘણા બદલાવ 
  • સીનીયર સીટીજનો માટે હાલ કોઈ લાભ નહી 
  • લોકોએ ફેક ન્યુઝ ફેલાવ્યા 

રેલ્વેના નિયમો હળવા થયા 
વૈશ્વિક મહામારી કોરોના કાળમાં રેલવેએ ઘણી સેવાઓ બંધ કરી દીધી હતી. પરંતુ હવે પરિસ્થિતિ પાટા પર આવી જતા રેલવે આ સેવાઓને પાછી ખેંચી રહી છે. ઉદાહરણ તરીકે મોટાભાગની ટ્રેનોમાં બ્લેન્કેટ અને બેડરોલની સુવિધા ફરી શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જનરલ ડબ્બાની ટિકિટ પણ હવે મળવા લાગી છે. પરંતુ મુસાફરો માટે સૌથી વધુ રાહ તો સિનિયર સિટીઝનની મળતી રાહત છે , જેને લઈને ઘણા બધા સમાચાર આવતા રહેતા હોય છે.

વરિષ્ઠ નાગરિકોને મળશે રાહત
હકીકતમાં કોરોના કાળ પહેલા ટ્રેનોમાં સિનિયર સિટીઝનને ટિકિટ પર ડિસ્કાઉન્ટ મળતું હતું, જે હાલ બંધ છે. પરંતુ એક સમાચારના અહેવાલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 1 જુલાઈ, 2022 થી ટ્રેનોમાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી છૂટ ફરી એકવાર પુન ચાલુ કરવામાં આવશે. આ મેસેજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

ખોટા સમાચાર 
પરંતુ તમને જણાવી દઈએ કે આ સમાચાર એકદમ ફેક ન્યૂઝ છે, કારણ કે અત્યાર સુધી રેલવે તરફથી આવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પીઆઇબી ફેક્ટ ચેકે તેની તપાસ કર્યા બાદ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

 

પીઆઈબીએ માહિતી આપી છે
પીઆઈબી ફેક્ટ ચેકે એક ટ્વીટમાં કહ્યું, "એક નકલી મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય રેલવે 1 જુલાઈ, 2022 થી વરિષ્ઠ નાગરિકો માટે છૂટછાટો ફરીથી શરૂ કરશે. હાલમાં ભારતીય રેલવે દ્વારા માત્ર દિવ્યાંગજનો, દર્દીઓ અને વિદ્યાર્થીઓને જ છૂટછાટ આપવામાં આવી રહી છે."

તમને જણાવી દઈએ કે સરકાર વારંવાર અપીલ કરે છે કે જ્યાં સુધી કોઈ સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી ખોટા સમાચારોમાં વિશ્વાસ ન કરો.

સંકળાયેલા મુદ્દાઓ

Indian Railway Train Booking Train Ticket concession senior citizens Fake News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ