બ્રેકિંગ ન્યુઝ
VTV / Send a message on WhatsApp hot food will be served New facility of Indian Railways understand the process
Arohi
Last Updated: 02:01 PM, 7 February 2023
ADVERTISEMENT
જો તમે ટ્રેનમાં વધારે ટ્રાવેલ કરો છો અને તમને ભોજન ખાવામાં મુશ્કેલી આવે છે. એટલે કે તમને ભોજનનો સમય નથી મળતો તો આ ખબર તમારા કામની છે. હવે તમે ટ્રેનમાં સફર કરતી વખતે પણ ભોજન ઓર્ડર કરી શકો છો. તેના માટે તમારે ક્યાંય પણ જવાની જરૂર નથી. પરંતુ હવે તમે ટ્રેનમાં જ પોતાની સીટ પર જ ભોજન ઓનલાઈન વોટ્સએપ દ્વારા મંગાવી શકો છો.
ADVERTISEMENT
ભોજનનો ઓર્ડર કરવો વધારે સરળ
ભોજન ઓર્ડર કરવું હવે પહેલાના મુકાબલે વધારે સરળ થઈ ગયું છે. ભારતીય રેલવેના કેટરિંગ સર્વિસ અને ટૂરિઝમ એપ IRCTCએ યાત્રીઓને વધારે સુવિધા આપી છે અને હવે યાત્રી પોતાની સીટ પર જ ભોજન મંગાવી શકે છે.
તમારે બસ એ વિચારવું પડશે કે તમારે ભોજન શું ખાવું છે અને ગરમાગરમ ભોજન તમારી સીટ પર ડિલીવર થઈ જશે. જોકે આ સુવિધા માટે IRCTCએ ફૂટ ડિલિવરી સર્વિસ Zoop અને Jio Haptikની સાથે પાર્ટનરશિપ કરી છે. તેનાથી યાત્રીઓને વોટ્સએપ પર ચેટબોટ સર્વિસની સુવિધા મળી જશે.
ભોજન ઓર્ડર કરવા માટે PNR છે જરૂરી
IRCTCની ફૂડ ડિલિવરી સર્વિસ Zoopના પેસેન્જર્સને સીટ પર ભોજન ઓર્ડર કરવાની સુવિધા માટે Jio Haptikની સાથે પાર્ટનરશિપ કરી છે. તેનાથી વોટ્સએપ પર તમને તેની સર્વિસ મળશે.
વોટ્સએપ દ્વારા પેસેન્જર્સને ભોજન ઓર્ડર કરવા માટે ફક્ત PNR Numberની જરૂર પડશે. યાત્રી PNR નંબર દ્વારા સરળતાથી પોતાનું ભોજન ઓર્ડર કરી શકશે. ખાસ વાત એ છે કે તમારૂ ભોજન ઓર્ડર કરવા માટે કોઈ બીજી એપની જરૂર નહીં પડે. એટલે કે તમારે એક્સ્ટ્રા એપ ડાઉનલોડ નહીં કરવી પડે.
ચેટબોલ દ્વારા ઉઠાવી શકો છો ફાયદો
તમને જણાવી દઈએ કે ભોજન ઓર્ડર કર્યા બાદ તમે ચેટ બોટ એટલે કે વર્ચુઅલ રોબોટ દ્વારા તમે રિયલ ટાઈમ ફૂડ ટ્રેકિંગ કરી શકશો. તે ઉપરાંત તમે ફીડબેક અને ઓર્ડર સંબંધિત સપોર્ટની સુવિધા પણ તમને ચેટબોલ દ્વારા મળી જશે. ટ્રેનમાં યાત્રી યુપીઆઈ અથવા નેટબેકિંગના કેશમાં પેમેન્ટ કરી શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ઉત્તરાયણ સ્પેશ્યલ / ગુજરાતમાં આ સ્થળે ઉત્તરાયણ પર નથી ચગતા પતંગ, પણ દશેરાએ થાય છે ઉજવણી
ADVERTISEMENT