વિદ્યાર્થીઓને પાસ થવાના વચન આપનારા સેનેટ સભ્ય વિવેક પટેલને કરાયા બરતરફ

By : kavan 05:44 PM, 12 June 2018 | Updated : 05:44 PM, 12 June 2018
પાટણમાં હેમચંદ્રાચાર્ય સેનેટ સભ્ય વિવેક પટેલને સભ્યપદેથી દૂર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, વિવેક પટેલે એક કાર્યક્રમમાં વિદ્યાથીઓને એવું નિવેદન આપ્યું હતું કે, પરિક્ષામાં ફેલ થતા મને જણાવજો,તમારા તમામ કામ થઈ જશે, તમે નાપાસ હશો તો પણ પાસ થઈ જશો વિવેક પટેલનો આ વિડીયો વાયરલ થયો હતો. જો કે વાયરલ વિડીયો અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને જાણ થતા તાત્કાલીક પગલા ઉઠાવતા વિવેક પટેલને તેમના પદેથી બરતરફ કર્યા છે. 

આ ઘટના અંગે મળતી વિગત પ્રમાણે પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીના સેનેટ સભ્ય તરીકે નિયુક્ત થયેલ ભાજપના નેતા વિવેક પટેલે ગત રોજ એક જાહેર સ્થળ પર એવું નિવેદન આપ્યું હતું કે, " પાસ નાપાસ કે કોઈ પણ કામ હોય અડધી રાત્રે પણ ફોન કરશો તો કામ થઈ જશે" "નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરાવી દેવાનો પણ દાવો કરાયો હતા".

આ વીડિયોને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. જો કે આ ઘટનાના ઘેરા પડઘા પડતા ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી હરકતમાં આવી ગયા હતા અને વિવેક પટેલને તાત્કાલિક અસરથી પદ પરથી હટાવવાની સુચના આપી હતી.

રાજ્યના મુખ્યપ્રધાને તાત્કાલિક અસરથી લીધેલા નિર્ણયને પગલે અન્ય સેનેટ સભ્યોમાં પણ ઘેરા પડઘા પડ્યા હતા. આપને જણાવી દઇએ કે, ઉત્તર ગુજરાતના જાણીતી હેમચંદ્રાચાર્ય યુનિવર્સીટીના સેનેટ સભ્યનો એક VIDEO વાયરલ થયો હતો.Recent Story

Popular Story