બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:01 PM, 18 September 2024
મહિલાઓ સામેના ગુનાઓમાં મોટો વધારો થઈ રહ્યો છે. યુપીના કાનપુરમાં દિલ્હી હાઈવે પર એક છોકરીનો શિરચ્છેદ કરાયેલો મૃતદેહ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ખાસ વાત એ છે કે જ્યારે લાશ મળી ત્યારે છોકરીના શરીર પર એક પણ કપડું નહોતું. લાશ જોતાં એવું લાગી રહ્યું છે હત્યા પહેલા તેને ખૂબ ટોર્ચર કરાઈ હતી તેના હાથ અને પગ પર ઈજાના નિશાન અને ફ્રેક્ચરા નિશાન દેખાતાં હતા. રેપ કે ગેંગરેપ બાદ તેની હત્યા કરાઈ હોવાની આશંકા છે. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
ADVERTISEMENT
પંથકમાં મચી ચકચાર
વાસ્તવમાં, આ ત્યજી દેવાયેલી લાશ કાનપુરમાં નેશનલ હાઈવેને અડીને આવેલા એલિવેટેડ રોડ પર મળી આવી હતી. લાશનું માથું ગાયબ હતું આ ઘટના બાદ પંથકમાં ચકચાર હતી. લોકો મોટી સંખ્યામાં રોડ પર એકઠા થયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓના આગમન બાદ જ ક્રાઈમ સીન લોકો પાસેથી ખાલી કરી શકાયો હતો.
ADVERTISEMENT
પકડાઈ જવાના ડરથી રસ્તા વચ્ચે લાશ ફેંકીને ફરાર
આ ઘટના કાનપુરના ગુજૈની વિસ્તારમાં મુન્ના તિરાહે પાસે બની હતી, જે નેશનલ હાઈવે નંબર 2 ને જોડતા એલિવેટેડ રોડ સાથે જોડાયેલ છે. સામાન્ય રીતે આ રોડ પર દિવસ-રાત અવરજવર રહેતી હોય છે, પરંતુ નવાઈની વાત એ છે કે ગત રાત્રિથી સવાર સુધી કોઈએ લાશ રોડ પર પડેલી જોઈ ન હતી. આ વિસ્તારમાં પોલીસની હાજરી હતી છતાં કોઈએ પોલીસને જાણ ન કરી પરંતુ સવાર પડતાં જ કપડા વગરનો શિરચ્છેદ થયેલો મૃતદેહ જોઈને લોકોના ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને લોકોએ પોલીસને જાણ કરી હતી. આ માહિતી મળતાં પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી કારણ કે પોલીસની નાઈટ પેટ્રોલિંગ ટીમો આખી રાત આ જ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી, ત્યારે ન તો તેઓએ એવું લાગી રહ્યું હતું કે, કોઈએ ઉતાવળમાં કે પકડાઈ જવાના ડરથી હાઈવેની વચ્ચોવચ ચાલતા વાહનમાંથી લાશને નીચે ફેંકી દીધી હતી.
હત્યાનો કોઈ સાક્ષી નહીં
લાશ જોતાં એવું પણ લાગી રહ્યું છે છોકરીની બીજે હત્યા કરાઈ હતી અને પછી ઓળખ છુપાવવા તેની લાશનો નિકાલ કરાયો હતો. માથું કાપીને રસ્તા વચ્ચે ફેંકી દીધું હતું. પરંતુ હજુ સુધી ન તો પોલીસને હત્યાનો કોઈ પ્રત્યક્ષદર્શી મળ્યો છે કે ન તો જે વાહન દ્વારા લાશ અહીં લાવવામાં આવી હતી તેની સીસીટીવી દ્વારા ઓળખ થઈ શકી છે. હાલમાં લાશ પરથી એવો કોઈ પુરાવો મળ્યો નથી કે જેનાથી તેની ઓળખ થઈ શકે. લાશ પાસેથી મળેલી વોચ અને ચીંથરામાં ફેરવાયેલા કપડા દ્વારા આ માથા વગરના શબની ઓળખ કરવી પોલીસ માટે એક મોટો પડકાર છે.
વધુ વાંચો : VIDEO : ટેમ્પોએ 5 વર્ષના છોકરાની છાતી પર ચઢાવી દીધાં ટાયર, હાડકાંનો બોલ્યો ચૂરો
અકસ્માતનો કેસ હોય તો માથું કેમ નહીં?
હાલ પોલીસ હાઈવે પર નજીકના ટોલનાકા અને વિસ્તારના સીસીટીવી કેમેરાની તપાસ કરીને મૃતદેહને કયા વાહનથી ગુનાના સ્થળે લાવવામાં આવ્યો હતો તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. કારણ કે મૃતદેહ જોતા સ્પષ્ટ થાય છે કે હત્યા રસ્તાની વચ્ચે નથી થઈ. જો કે, પોલીસે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે આ મામલો અકસ્માત હોઈ શકે છે જેમાં અથડાતા વાહનની ઝડપ વધુ હોવાને કારણે મૃતકનું માથું શરીરથી અલગ થઈ ગયું હતું અને તેના કપડાં ફાટી ગયા હતા. જોકે, જો અકસ્માત થયો હોય તો આજુબાજુના વિસ્તારમાંથી મૃતકનું માથું કેમ ન મળ્યું તે અંગે પોલીસ પાસે કોઈ જવાબ નથી. પોલીસે લાશની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી ગુમ થયેલા લોકોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે અને તેમની સાથે મૃતકોને મેચ કરવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.