બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:27 PM, 12 November 2024
મંગળવારનો દિવસ રોકાણકારો માટે શેરમાર્કેટમાં ભારે ભૂકંપ લઈને આવ્યો છે. સેન્સેક્સ 820.97 પોઈન્ટ ઘટીને 78,675.18 પર બંધ થયો. બીજી તરફ, નિફ્ટી 257.85 પોઈન્ટ ઘટીને 23,883.45 પર આવી ગયો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે બેન્કિંગ અને ઓટો સેક્ટરના શેરોમાં વેચવાલીથી રોકાણકારોને લગભગ રૂ. 5.76 લાખ કરોડનું નુકસાન થયું હતું. આજે ટ્રેડિંગ સેશનમાં ભારતીય બજાર સવારે ઉછાળા સાથે ખુલ્યું. પરંતુ દિવસના કારોબાર દરમિયાન બેન્કિંગ, એફએમસીજી, ઓટો અને એનર્જી સેક્ટરના શેરમાં જોરદાર વેચવાલીથી બજાર ફરી સપાટ થઈ ગયું હતું. સેન્સેક્સ 79000 ની નીચે અને નિફ્ટી 24000 ની નીચે સરકી ગયો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 821 પોઈન્ટના ઘટાડા સાથે 78,675 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 257 પોઈન્ટના ઘટાડા સાથે 23,883 પોઈન્ટ પર બંધ થયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
બજારમાં મોટા ઘટાડાથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 436.59 લાખ કરોડ થયું છે, જે ગયા ટ્રેડિંગ સેશનમાં રૂ. 442.54 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોને રૂ. 5.95 લાખ કરોડનું નુકસાન થયું છે. આજના કારોબારમાં સૌથી વધુ ઘટાડો બેન્કિંગ, એફએમસીજી, ઓટો, ફાર્મા, મેટલ્સ, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ જેવા સેક્ટરના શેરોમાં જોવા મળ્યો છે. માત્ર IT અને રિયલ એસ્ટેટ શેરો જ ઉછાળા સાથે બંધ થયા છે.
આજના કારોબારમાં BSE પર કુલ 4061 શૅરનો વેપાર થયો હતો જેમાં 1234 શૅર લાભ સાથે અને 2731 શૅર નુકસાન સાથે બંધ થયા હતા. 291માં અપર સર્કિટ છે અને 363માં લોઅર સર્કિટ છે. સેન્સેક્સના 30 શેરોમાંથી માત્ર 4 શેરો વધ્યા હતા જ્યારે 26 ઘટ્યા હતા. વધતા શેરોમાં સન ફાર્મા 0.28 ટકાના વધારા સાથે, ઇન્ફોસિસ 0.06 ટકાના વધારા સાથે, ICICI બેન્ક 0.04 ટકાના વધારા સાથે અને રિલાયન્સ 0.04 ટકાના વધારા સાથે બંધ થયા છે. ઘટતા શેરોમાં NTPC 3.16 ટકાના ઘટાડા સાથે, HDFC બેન્ક 2.73 ટકાના ઘટાડા સાથે, એશિયન પેઇન્ટ્સ 2.65 ટકાના ઘટાડા સાથે, SBI 2.52 ટકાના ઘટાડા સાથે બંધ રહ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.