Self Proclaimed Psychic Nicolas Aujula Predicts About Year 2021
ચિંતા /
કોરોનાની ભવિષ્યવાણી કરનારાએ 2021ને લઈને કહ્યું, આવી શકે છે આ એક મોટી બીમારી
Team VTV10:06 AM, 24 Nov 20
| Updated: 10:42 AM, 24 Nov 20
2020નું વર્ષ કોરોનાના કારણે સંપૂર્ણ રીતે ખરાબ રહ્યું છે ત્યારે લોકોને આવનારા વર્ષ 2021ને લઈને અનેક આશાઓ છે. આ સાથે જ 2 વર્ષ પહેલાં કોરોનાની ભવિષ્યવાણી કરનારા મનોવૈજ્ઞાનિકે 2021ને લઈને પણ હાલમાં ભવિષ્યવાણી કરી છે. તેઓએ કહ્યું કે દુનિયા આવનારા વર્ષે પિગ ફ્લૂનો સામનો કરશે.
2021ને લઈને કરાઈ ભવિષ્યવાણી
એક નવી બીમારી ઉંચકી શકે છે માથું
કોરોનાની ભવિષ્યવાણી કરનારાએ કહી આ વાત
35 વર્ષના નિકોલસ ઓજુલાનું કહેવું છે કે કોરોના વાયરસની સાથે દુનિયાએ નવા વર્ષે રાહત મળશે તેવી આશા સેવી છે.પરંતુ જ્યારે લોકો કોરોના મહામારીથી કાબૂ મેળવવાની સ્થિતિમાં હશે ત્યારે તેમનામાં ભય કાયમ રહેશે. આ બીમારીને સમાપ્ત થવામાં 2022નો સમય લાગી શકે છે. આ સમયે એક અન્ય નવી બીમારીનો ભય લોકોને સતાવી શકે છે.
ભવિષ્યવાણીમાં આપ્યો આ સંકેત
નિકોલસ ઓજુલાએ ભવિષ્યવાણીમાં એક અન્ય મોટા સંકટની વાત કરી છે. તેમનું કહેવું છે કે વૈશ્વિક મહામારી કોરોના સામે લડી રહેલી દુનિયા આવનારા વર્ષે પિગ ફ્લૂનો સામનો કરશે. તેમનું કહેવું છે કે આ બીમારી સૂઅરથી ફેલાય છે. તે અન્ય વાયરસ જેવી બીમારી નથી. પણ તેમ છતાં દુનિયા આ બીમારીથી હેરાન થઈ શકે છે.
2020ના અંતમાં ભારતમાં કોરોનાએ મચાવ્યો કહેર
ભારતમાં એક દિવસમાં ભારતમાં કોરોનાના 37 હજાર 410 નવા કેસ આવ્યા છે અને ગુજરાતમાં સ્થિતિ ઘણી ખરાબ છે. આ કારણે અહીના 4 મોટા રાજ્યોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવાની ફરજ પડી છે. દેશમાં એક દિવસમાં કોરોનાથી રિકવર દર્દીની સંખ્યા 42 હજાર 131 પહોંચી છે. તો એક દિવસમાં ભારતમાં કોરોનાથી 481 દર્દીના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 1 લાખ 34 હજાર 254ના મૃત્યુ થઈ ચૂક્યા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 4 લાખ 37 હજાર 815 છે તો ભારતમાં કોરોનાના કુલ કેસ 91 લાખ 77 હજાર 722 થયા છે.