કાર્યવાહી / જમીનનું વળતર ન ચૂકવતા ભરૂચની બહુમાળી બિલ્ડીંગમાંથી સામાન જપ્ત કર્યો

ભરૂચના બહુમાળી બિલ્ડીંગમાંથી સામાનની જપ્તી કરવામાં આવી છે. કાર્યપાલ ઇજનેર, માર્ગ-મકાન વિભાગ ખાતે સામાનથી જપ્તી કરવામાં આવી છે. ઝઘડીયા કોર્ટના હુકમ બાદ કચેરીમાંથી સામાનની જપ્તી કરવામાં આવી છે. કોમ્પ્યુટર, ખુરશી સહિતના સામાનની જપ્તી કરવામાં આવી છે. જમીનનું વળતર ન ચૂકવતા કાર્યવાહી કરવામાં આવી છે. રાજપોરના રોડના કામમાં જમીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. છેલ્લા 30 વર્ષથી રૂપિયા 3 લાખ 81 હજાર ચૂકવવાના બાકી હતાં. 61 હજારની મુદલ સામે રૂપિયા 3 લાખ 81 હજાર ચૂકવવાના હતાં. રતીલાલ ભગત નામના અરજદારે આ મામલે કેસ કર્યો હતો. સરકારી કચેરીમાંથી સામાન જપ્તી કરવામાં આવતા ઉપસ્થિત લોકોમાં મામલો ચર્ચાસ્પદ બન્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ