બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / વિશ્વ / Cricket / Sehwag was outraged at the act of the Australian audience, gave a shocking statement

Cricket / ઓસ્ટ્રેલિયન દર્શકોની આ કરતૂત પર ભડક્યો સહેવાગ, આપ્યું ચોંકાવનારું નિવેદન

Nirav

Last Updated: 07:00 PM, 10 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિડની ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ પર કરવામાં આવેલી વંશીય ટિપ્પણી બાદ ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે ટ્વિટર પર  આકરી નિંદા કરી હતી અને કહ્યું હતું કેખરેખર, ઓસ્ટ્રેલિયન દર્શકોને લીધે ફરી એક વધુ વાર ક્રિકેટને શરમ અનુભવવી પડી છે.

  • ઓસ્ટ્રેલિયન દર્શકોની કરતૂતને ગણાવી શરમજનક 
  • પૂર્વ ઑસ્ટ્રેલીયન ક્રિકેટર ટોમ મૂડીએ પણ કરી ટીકા 
  • સિડની ટેસ્ટના ચોથા દિવસે સિરાજ પર થઈ હતી વંશીય ટિપ્પણી

સિડનીમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાલી ટેસ્ટ મેચના ચોથા દિવસે પ્રેક્ષકોએ ફરી મોહમ્મદ સિરાજ ઉપર વંશીય ટિપ્પણી કરી હતી. આ ઘટનાની સોશિયલ મીડિયા પર ખૂબ નિંદા થઈ રહી છે. પૂર્વ ભારતીય ક્રિકેટરોએ આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી છે.

પૂર્વ ક્રિકેટ ઓપનર આકાશ ચોપડાએ પણ કરી નિંદા 

ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગે લખ્યું છે, ' તુમ કરો તો sarcasm, ઔર કોઈ કરે તો Racism ' તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક ઑસ્ટ્રેલિયન દર્શકો સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવું કૃત્ય કરી રહ્યા છે અને એક સારી ક્રિકેટ શ્રેણીની મજા બગાડી રહ્યા છે. પૂર્વ ભારતીય ઓપનર અને ક્રિકેટ કોમેંટેટર આકાશ ચોપડાએ લખ્યું છે, 'નસ્લવાદ માટે દુનિયામાં કોઈ સ્થાન નથી. હું આશા રાખું છું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આની તપાસ કરશે અને દોષીઓને સજા થશે.તેની સાથે જ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ટોમ મૂડીએ પણ આ ઘટનાને વખોડી કાઢતા કહ્યું હતું કે 'તે સ્વીકાર્ય નથી. નસ્લવાદ માટે કોઈ સ્થાન નથી. '

મહત્વનું છે કે આ ઘટના રવિવારે ઓસ્ટ્રેલિયન ઇનિંગની 86 મી ઓવર પછી બની હતી. 86 મી ઓવર મોહમ્મદ સિરાજે ફેંકી હતી. તેની ઓવર પૂરી કર્યા પછી સિરાજ બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરવા ગયો હતો. ત્યારે કોઈએ તેના પર નસ્લવાદને લગતી ટિપ્પણી કરી. ત્યારબાદ સિરાજ કેપ્ટન રહાણે પાસે પહોંચ્યો અને વાત કરતો જોવા મળ્યો. બંનેએ ઓન-ફીલ્ડ અમ્પાયર પોલ રાઇફલને ફરિયાદ કરી હતી. પોલ રાઇફલે મેચ રેફરીને માહિતી આપી.

ટેસ્ટના ત્રીજા દિવસે પણ બૂમરાહ અને સિરાજ પર થઈ હતી વંશીય ટિપ્પણી 

મેચ રેફરીએ સિક્યુરિટી ગાર્ડ્સને કહ્યું હતું કે સ્ટેન્ડમાંથી કોઈએ સિરાજ વિરુદ્ધ વંશીય ટિપ્પણી કરી હતી. આ સમય દરમિયાન રમત લગભગ 10-15 મિનિટ સુધી અટકી ગઈ. સુરક્ષા રક્ષકોએ કેટલાક દર્શકોને સ્ટેન્ડની બહાર મોકલ્યા, ત્યારબાદ રમત શરૂ થઈ.અગાઉ ત્રીજા દિવસની રમત દરમિયાન પ્રેક્ષકોએ સિરાજ અને બુમરાહ પર વંશીય ટિપ્પણી પણ કરી હતી. ત્રીજા દિવસની રમત સમાપ્ત થયા બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રહાણે, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ સુરક્ષા ગાર્ડ અને મેચ અધિકારીઓ સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ પછી, ભારતીય ટીમ મેનેજમેન્ટે મેચ રેફરી ડેવિડ બૂન સાથે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

AUS vs IND Cricket Virender Sehwag india vs australia ઓસ્ટ્રેલીયા ક્રિકેટ ભારત Cricket
Nirav
Nirav
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ