બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Seema Haider Sachin Love Story up ats again detained seema haider

કાર્યવાહી / પતિ દુબઈમાં, ભાઈ-કાકા સેનામાં: આજે પણ સવાલોનો સામનો કરશે સીમા હૈદર, પબજી અને પ્રેમ કહાનીમાં પાકિસ્તાની કનેક્શનની તપાસ

Arohi

Last Updated: 03:00 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Seema Haider Sachin Love Story: UP ATSની ટીમ સોમવાર બાદ હવે મંગળવારે સવારે એક વખત ફરીથી નોએડામાં સીમા હૈદરના પ્રેમી સચિનના ઘરે પહોંચી અને સીમાને પોતાની સાથે લઈ ગઈ.

  • ATSની ટીમ કરી રહી છે સીમાની પુછપરછ 
  • આજે પણ સવાલોનો સામનો કરશે સીમા હૈદર
  • PUBG પ્રેમ કહાનીમાં શું છે પાકિસ્તાનનું કનેક્શન? 

પાકિસ્તાની મહિલા સીમા હૈદરને એક વખત ફરીથી ઉત્તર પ્રદેશની એટીએસ ટીમે ડિટેન કરી દીધી છે. યુપી એટીએસની ટીમ સોમવાર બાદ હવે મંગળવાર સવારે એક વખત ફરીથી નોએડામાં સીમા હૈદરના પ્રેમી સચિનના ઘરે પહોંચી અને સીમાને પોતાની સાથે લઈ ગઈ. હાલ સચિન ATSની કસ્ટડીમાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે બન્નેની પુછપરછ કરવામાં આવશે. 

ATSની ટીમ કરી રહી છે પુછપરછ 
જાણકારી અનુસાર મંગળવારે સવારે યુપી ATSની ટીમ નોએડા પહોંચી અને સીમાને પોતાની સાથે લઈ ગઈ. તેના પહેલા, સોમવારે પણ સીમા હૈદરની ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ ATSએ પુછપરછ કરી હતી. સચિન પણ ATSની કસ્ટડીમાં છે. જ્યારે ATSની ટીમ સીમા હૈદરને લઈ જવા માટે નોએડા ઘરે પહોંચી તો સચિનના પિતા ત્યાં હતા. 

જણાવવામાં આવી રહ્યું છે કે સીમા હૈદરને ગઈકાલે સાંજે ATSએ ફક્ત કસ્ટડીમાં લીધી હતી. એવામાં રાત્રે તેને રાખી ન શકાય અને આ કારણે તેને છોડી દેવામાં આવી. મહિલાનો પ્રેમી સચિન હાલ કસ્ટડીમાં છે અને બન્ને સાથે પુછપરછ થશે. 

છ કલાક સુધી થઈ હતી પુછપરછ 
સોમવારે કસ્ટડીમાં લીધા બાદ સીમા હૈદરની 6 કલાક પુછપરછ ચાલી. ગેરકાયદેસર રીતે પોતાના બાળકોની સાથે ભારત પહોંચેલી સીમા હૈદર અને સચિન સાથે નોએડા સ્થિત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના ઓફિસમાં કલાકો સુધી પુછપરછ કરવામાં આવી. 

તપાસ એજન્સીના રિપોર્ટ અનુસાર તેમના બાળકોના પાસપોર્ટ વિશે જાણકારી એકત્રીત કરી. સીમા હૈદર અને સચિનની પહેલી મુલાકાતથી લઈને પબ-જી ગ્રુપમાં બીજા યુવકોના વિશે પુછપરછ થઈ. સચિન અને સીમા નેપાળમાં 7 દિવસ રહ્યા. તે સમયે તે નેપાળમાં ક્યાં ક્યાં ગયા અને કેટલા લોકોને મળ્યા તેના વિશે પુછપરછ થઈ. 

સંકળાયેલા મુદ્દાઓ

Seema Haider UP ATS sachin સીમા હૈદર Seema Haider
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ