વિરોધ / અમદાવાદ શહેરમાં આજે સફાઇ નહીં થાય ! સફાઈ કર્મીઓ આ કારણે ઉતર્યા હડતાળ પર

હથરસની ઘટનાના પડઘા અમદાવાદમાં પડી રહ્યા છે. સફાઈ કામદારો એક દિવસ માટે કામથી અળગા રહ્યા છે. હાથરસમાં બનેલી પીડિતા સાથે ઘટના મામલે સફાઈ કર્મચારીઓ ન્યાયની માગ કરી રહ્યા છે. સફાઈ કર્મચારીઓએ આજે કલેક્ટરને આવેદન પત્ર આપશે. અને પીડિતાને ન્યાય મળે તે માટેની માગ કરશે. AMC દ્વારા શહેરમાં સફાઈ માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. જેથી શહેરીજનોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો..

બ્રેકિંગ ન્યૂઝ