સોશિયલ મીડિયા પર લોકો ઉર્વશીને ઋષભ પંતના નામે ટ્રોલ કરી રહ્યા છે આ ઉપરાંત ઉર્વશી જ્યારે પણ પબ્લિકલી જોવા મળે છે ત્યારે લોકો ઋષભ પંતના નામની બૂમો પાડીને તેને ચીડવે છે.
પંતનું નામ ઘણી વખત બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સાથે જોડાઈ ચૂક્યું છે
ઉર્વશીને જોઈને લોકો ઋષભ પંતના નામની બૂમો પાડવા લાગ્યા
ઉર્વશીએ આપી દીધી વોર્નિંગ
ભારતીય ટીમનો વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત આજકાલ પોતાની રમત સિવાય પણ કંઇક બીજી વાતને લઇને ચર્ચામાં છે. પંતનું નામ આ પહેલા પણ ઘણી વખત બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સાથે જોડાઈ ચૂક્યું છે. જણાવી દઈએ કે ઉર્વશી રૌતેલા અને ક્રિકેટર ઋષભ પંત વચ્ચે શબ્દોનું યુદ્ધ ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો ઉર્વશીને ઋષભ પંતના નામે ટ્રોલ કરી રહ્યા છે આ ઉપરાંત ઉર્વશી જ્યારે પણ પબ્લિકલી જોવા મળે છે ત્યારે લોકો ઋષભ પંતના નામની બૂમો પાડીને તેને ચીડવે છે.
ઉર્વશીને જોઈને લોકો ઋષભ પંતના નામની બૂમો પાડવા લાગ્યા
ગઈકાલે ઉર્વશી રૌતેલા ગણેશ ઉત્સવમાં પહોંચી હતી જય તેને જોવા માટે હજારોની ભીડ એકઠી થઈ હતી. પંડાલમાં પ્રવેશતાની સાથે જ લોકોની નજર ઉર્વશી પર અટકી ગઈ હતી. એ જ સમયે અચાનક એક વિચિત્ર ઘટના બની હતી જેનાથી ઉર્વશી નારાજ થઈ ગઈ હતી. વાત એવી બની કે ઉર્વશી ત્યાં લોકોને મળી રહી હતી ત્યારે લોકો અચાનકથી જ ક્રિકેટર ઋષભ પંતના નામની બૂમો પાડવા લાગ્યા હતા. જો કે એ સમયે ઉર્વશીએ કોઈ પ્રતિક્રિયા આપી ન હતી પણ એ પછી અભિનેત્રીએ ઇન્સ્ટા સ્ટોરી પર ઋષભ પંતના નામની બૂમો પાડતા લોકોનો એક વીડિયો શેર કરીને લોકોને વોર્નિંગ આપી દીધી હતી.
ઉર્વશીએ આપી વોર્નિંગ
તેના ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતાંની સાથે ઉર્વશી રૌતેલાએ લોકોને વોર્નિંગ આપતા કેપ્શન લખ્યું હતું કે - આ હવે બંધ થવાની જરૂર છે નહીં તો...' બસ આટલું લખી ઉર્વશી અટકી ગઈ હતી. ઉર્વશી રૌતેલાની આ પોસ્ટ પરથી સમજી શકાય છે કે તેને આ વસ્તુ બિલકુલ પસંદ નથી આવી અને એટલા માટે જ તેને લોકોને વોર્નિંગ આપી દીધી છે. ઉર્વશીને છેલ્લા ઘણા દિવસોથી ઋષભ પંતના નામ પર સોશિયલ મીડિયા ટ્રોલ કરવામાં આવી રહી છે અને એટલા માટે જ તેને હવે આ બંધ કરવા માટે લોકોને વોર્નિંગ આપી દીધી હતી.
ઉર્વશી અને ઋષભ વચ્ચે શબ્દોની જંગ
ઉર્વશી હાલમાં જ ભારત-પાકિસ્તાન મેચમાં જોવા માટે સ્ટેડિયમમાં પંહોચી હતી. પણ આ પહેલા એક ઇન્ટરવ્યુમાં તેને કહ્યું હતું કે તે મેચ નથી જોતી પણ હવે તેને સ્ટેડિયમમાં બેક ટુ બેક જોઈને લોકો નવાઈ પામી રહ્યા છે. મેચ પછી યુઝર્સે ઋષભ પંતના નામ પર ઉર્વશીને ખૂબ ટ્રોલ કરી હતી. આ પહેલા ઉર્વશી અને ઋષભ પંતના અફેરના અહેવાલો પણ મળ્યા હતા પણ આ વિશે કંઈપણ પુષ્ટિ મળી નહતી. અને એ પછી અચાનકથી બંને વચ્ચે સોશ્યલ મીડિયા પર શબ્દોની જંગ ચાલુ થઈ ગઈ હતી અને બંને એકબીજાના નામ લીધા વિના એકબીજા પર કટાક્ષ કરવા લાગ્યા હતા.