બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:39 PM, 23 January 2025
પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહાકુંભનો મેળો જોર-શોરથી ચાલી રહ્યો છે. બીજું કે, મહાકુંભમાં લગભગ 8 કરોડ લોકોએ દિવ્ય સંગમમાં સ્નાન કર્યું અને પોતાની નૈયા પાર લગાડી. આ મહાકુંભમાં સ્નાન કરવા માટે દેશ અને વિદેશથી અઢળક લોકો પ્રયાગરાજમાં પ્રવેશે છે. જો કે, મહાકુંભમાં સ્નાન કરવાનો લાભ ફક્ત અમુક લોકોને જ મળે છે.
ADVERTISEMENT
આમ જોવા જઈએ તો, કેટલાંક લોકોનું મહાકુંભમાં સ્નાન કરવાનું સ્વપ્ન અધૂરું જ રહી જાય છે. હવે આવામાં જો તમને એવું સપનું આવે કે, તમે મહાકુંભમાં સ્નાન કરી રહ્યા છો. તો તેને તમે શું સમજશો. ચાલો જાણીએ શું છે રહસ્ય.
ADVERTISEMENT
સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો તમે મહાકુંભમાં ડૂબકી મારવાનું સ્વપ્ન જોતા હોવ તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે, હવે તમને તણાવમાંથી રાહત મળવાની છે અને તમે આધ્યાત્મિક રીતે ઉત્થાન પામશો. તમને તમારી મહેનતનું ફળ મળશે અને તમે પ્રગતિના મોખરે પહોંચી જશો.
બીજું કે, સ્વપ્ન વિજ્ઞાન અનુસાર, સ્વપ્નમાં સ્વયંને સંગમમાં સ્નાન કરતા જોવાનો અર્થ એ પણ છે કે તમને પરેશાનીઓમાંથી મુક્તિ મળવાની છે. તમારું અધૂરું કામ આપોઆપ પૂર્ણ થવાનું છે. તેમજ તમે કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરવા તરફ આગળ વધી રહ્યા છો. વધુમાં જોઈએ તો, તમારા ઘરમાં કોઈ માંગલિક કે શુભ કાર્ય થશે તેનુંપણ આ એક સંકેત છે.
જો તમે સ્વપ્નમાં તમારી જાતને મહા કુંભ મેળામાં જતા અથવા ત્યાં ફરતા જુઓ છો, તો તે તમારા જીવનમાં કેટલાક સકારાત્મક પરિવર્તન આવવાના સંકેત છે. જેના કારણે તમને એક માનસિક શાંતિનો અનુભવ થશે. તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ અને એકતા જોવા મળશે. આ સ્વપ્નનો બીજો અર્થ એ પણ છે કે, તમે નજીકના ભવિષ્યમાં કોઈ તીર્થસ્થળની યાત્રાએ જલ્દી જ જશો.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.