ચૂંટણી / જુઓ બોટાદની ગઢડા બેઠક પર કેવો છે જનતાનો મૂડ ?

રાજયની ૮ વિધાનસભાની પેટા ચૂંટણીના બયુગલ વાગી ગયા છે. રાજકિય પક્ષો દ્વારા ઉમેદવારોની પસંદગી તેમજ ચુંટણી પ્રચારની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે વીટીવી ગઢડા વિધાનસભા બેઠક પર પહોચ્યું છે આ બેઠક પર કયા મુદ્દાઓને લઈને બંને પક્ષો મતદારો પાસે જવાના તે બાબતે ગઢડા ભાજપ અને કોંગ્રેસ ના આગેવાનો પાસેથી વીટીવીએ માહિતી મેળવી હતી. ગઢડા વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપ પોતે કરેલા વિકાસની વાત લઈને લોકો પાસે મત માગવા જવાના છે તો કોંગ્રેસ ભાજપની નિષફળતા તેમજ ગઢડા વિકાસથી વંચિત છે તેવા મુદ્દાઓ સાથે મતદારોને જાગૃત કરી મતદારો પાસે મત માગવા જવાના છે ત્યારે બંને પક્ષો એક બીજા પર આક્ષેપો સાથે જીતનો દાવો કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ