બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / OMG! આ તો શ્વાન છે કે ચિત્તો? રફ્તાર એવી કે જોનારાની પણ નજર ચૂક થઇ જાય, જુઓ વાયરલ Video
Last Updated: 03:00 PM, 16 January 2025
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક કુતરો ચિત્તાથી પણ વધુ ઝડપી અને ચપળતાથી દોડી રહ્યો છે. વાત કરીએ કુતરાની તો, આ કુતરો ગ્રેહાઉન્ડ જાતિ છે જે તેની ઝડપી ગતિ અને ચપળતા માટે પ્રખ્યાત છે. આ કુતરો 70 કિમી/કલાકની ઝડપે દોડી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એનો આ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ જ વાયરલ થયો છે અને જોનારાઓમાં તો સનસનાટી છવાઈ ગઈ છે કે આ તે વળી કેવો કુતરો કે જે આટલી ઝડપથી દોડી રહ્યો છે? આ લાંબા, પાતળા, ટૂંકા વાળવાળા કુતરાની ઝડપ અદ્ભુત છે. કુતરાની આ જાતિ, જે એક સમયે શિકાર માટે પ્રખ્યાત હતી, તે આજે તેની ઝડપને કારણે આખી દુનિયામાં હવે પ્રખ્યાત છે. કુતરાની ગ્રેહાઉન્ડ જાતિ જે દોડવાની બાબતમાં ચિત્તાને પણ પાછી પાડી દે છે.
વધુ વાંચો: એક હતું હિંડનબર્ગ, કંઇક આ રીતે અપાયેલું કંપનીનું નામ, અત્યંત રસપ્રદ હતી શરૂઆતની સફર
સોશિયલ મીડિયા પર આ કુતરાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ કહેશો કે આ કુતરાથી બચવું માત્ર મુશ્કેલ જ નહીં પણ અશક્ય બરાબર છે!આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર @caciqueplustv પેજ પરથી પોસ્ટ કરવામાં આવેલ છે.
આ વીડિયોને અત્યાર સુધી 48 લાખ વ્યૂઝ અને 82 હજાર લાઈક્સ મળી ચૂક્યા છે. બીજું કે, આ વીડિયો પર દોઢ હજાર યુઝર્સે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે, આ કુતરો ઈટાલિયન ગ્રેહાઉન્ડ છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.