બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જુઓ કેવી દેખાય છે નમો ભારત રેપિડ રેલ, દોડશે આટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે
5 ફોટો ગેલેરી
Last Updated: 11:27 PM, 16 September 2024
1/5
2/5
આ ટ્રેન અમદાવાદ અને ભુજ વચ્ચે 9 સ્ટેશનો પર ઉભી રહેશે અને ટ્રેકન 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. આ ટ્રેન ભુજથી અમદાવાદનું અંતર 5 કલાકને 45 મિનિટમાં પૂરું કરશે. નમો ભારત રેપિડ રેલ અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. ભુજથી અમદાવાદ વચ્ચે 9 સ્ટેશન પર ટ્રેન રોકાશે. અનેક આધુનિક સુવિધાઓથી સજ્જ છે નમો ભારત રેપિડ રેલ.
3/5
અમદાવાદ અને ભુજ વચ્ચે ભારતની નમો ભારત રેપિડ રેલનો આજે શુભારંભ થવા જઈ રહ્યો છે. મુસાફરોની સુવિધા અને ખાસ કરીને કચ્છના લોકો માટેની આ સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. મુસાફરોની સુવિધા અને તેમની માંગને પહોંચી વળવાના ઉદ્દેશ્ય સાથે, ભારતની પ્રથમ નમો ભારત રેપિડ રેલ અમદાવાદ અને ભુજ સ્ટેશનો વચ્ચે શરૂ કરવામાં આવી રહી છે. નમો ભારત રેપિડ રેલ વિવિધ પ્રકારના આધુનિક પ્રવાસના અનુભવો પ્રદાન કરે છે.
4/5
સ્વદેશી ટેક્નોલોજીથી વિકસિત આ ટ્રેનમાં 12 વાતાનુકૂલિત કોચ છે, જેમાં કેન્દ્રીય રીતે નિયંત્રિત ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા, મોડ્યુલર ઈન્ટિરિયર, સતત એલઈડી લાઈટિંગ, ઈવેક્યુએશન ફેસિલિટી સાથેના શૌચાલય, રૂટ મેપ ઈન્ડિકેટર્સ, પેનોરેમિક વિન્ડો, સીસીટીવી, ફોન ચાર્જિંગ ફેસિલિટી, એલાર્મ સિસ્ટમ સાથે ઓટોમેટિક સ્મોક/ફાયર ડિટેક્શન ફેસિલિટી અને એરોસોલ આધારિત અગ્નિશામક સિસ્ટમ છે. તેમાં અદ્યતન અને વધુ સારી સુવિધાઓ આપવામાં આવી છે.
5/5
નમો ભારત રેપિડ રેલનું લઘુત્તમ ભાડું GST સહિત 30 રૂપિયા હોઈ શકે છે. ભુજથી અમદાવાદની વન-વે ટિકિટની કિંમત અંદાજે 455 રૂપિયા થઈ શકે છે.સાપ્તાહિક, પખવાડિયા અને માસિક સીઝન ટિકિટ પર પણ ડિસ્કાઉન્ટ મળશે. પ્રતિ યાત્રી ટિકિટ પર અનુક્રમે 7 રૂપિયા, 15 રૂપિયા અને 20 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ