સરખેજમાં લૂંટાળું ટોળકીએ બાંધકામ સાઇટ પર એક વ્યક્તિને બંધક બનાવી લૂંટને અંજામ આપ્યો હોવાનું સામે આવતા લોકોમાં ડર ફેલાયો છે.
સરખેજમાં લૂંટાળું ટોળકીનો આતંક
એક વ્યક્તિને બંધક બનાવી લૂંટને આપ્યો અંજામ
5 થી વધુ શખ્સોએ છરીની અણીએ ચલાવી હતી લૂંટ
અમદાવાદના રીંગરોડને અડીને આવેલા વિસ્તારોમાં ફરી એક વાર બુકાનીધારી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે.આંબલી ગામ રોડ પર આવેલી બિલ્ડરની ઓફિસમાં પાંચથી વધુ શખ્સો બુકાની બાંધીને ત્રાટક્યા હતા અને આ શખ્સોએ ત્યાં કામ કરતા એક યુવાનને માથામાં પાઇપ મારી ઇજાઓ પહોંચાડી હતી તો એકને બંધક બનાવી ઓરડીમાં પૂરી એક લાખથી વધુની લૂંટ ચલાવી હોવાનું સામે આવતા ચકચાર જાગી છે. બીજી બાજુ આ ઘટના CCTV માં કેદ થઈ છે.
યુવાનના ગળા પર છરી મૂકી લૂંટ
આ મામલે જાણવા મળતી વિગત અનુસાર સરખેજ આંબલીગામ રણછોડપુરા નજીક આવેલ હાઉસ ઓફ આદીના નામથી બીલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા બિલ્ડરની ઓફિસમાં રાત્રીના સમયે બે લોકો હાજર રહે છે.આ દરમિયાન શનિવારે રાત્રે અજાણ્યા પાંચ લોકો હથિયાર સાથે ઘસી આવ્યા હતા. આ દરમિયાન સિક્યોરિટીને શખ્સોએ માથામાં પાઇપનો ઘા ઝીંકતા લોહી લુહાણ હાલત થઈ હતી. જ્યારે બીજા એક યુવકને બંધક બનાવી દીધો હતો. જેને ગળા પર છરી મૂકી શખ્સો ઓફિસમાં ઘુસ્યા અને બાદમાં એક લાખથી વધુની લૂંટ ચલાવી હતી.
ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ
ત્યારબાદ આરોપીઓ ઓફિસની આસપાસ આવેલી ઝાડી ઝાખરા વિસ્તારનો લાભ લઇ ત્યાંથી નાસી ગયા હતા. આ મામલે જાણ કરાતા પોલીસ હવે પોલીસ શોધી રહી છે. મહત્વનું છે કે વિવિઆઇપી લોકો રહે છે તેવા વિસ્તારમાં રાત્રે લૂંટ થતા હવે પોલીસે અલગ અલગ ટિમો બનાવી બાઇકના નંબર અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ શરૂ કરી છે.હાલ આ ગેંગ ચડ્ડી બનીયન ધારી ગેંગ છે કે કેમ તે બાબતને લઈને પણ તપાસ શરૂ કરાઇ છે. જોકે પોલીસ આ ગેંગ હોવાનું નકારી રહી છે