બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / 'ક્યા હૈ શિવજી કી પત્ની કા નામ?' અને ઢોંગી સાધુએ આપ્યો ચોંકાવનારો જવાબ, મહાકુંભ વચ્ચે નકલી બાબાનો Video વાયરલ
Last Updated: 12:35 PM, 15 January 2025
આ યુવક સંતને જ્યારે ભગવાન શિવની પત્નીનું નામ પૂછવામાં આવ્યું, ત્યારે તેણે ખોટી રીતે માં 'સીતા'નું નામ લીધું. આ એક ભૂલ અને સંતની ઓળખ થઈ ગઈ. આ સંત નકલી હતો અને સંતને પોલીસને હવાલે પણ કરાવી દેવાયો.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ ઘટના મહા કુંભ મેળાની ધમાલ વચ્ચે બની હતી, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ધાર્મિક કર્તવ્ય નિભાવવા માટે આવે છે. મહા કુંભ મેળો ધાર્મિકતા અને સંસ્કૃતિનું પ્રતિક છે અને આવા નકલી બાબાને કારણે ભક્તોની આસ્થાને અસર થાય છે. આ યુવકને કેટલાક તીર્થયાત્રીઓએ પકડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના બાદ હવે મહા કુંભમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને છેતરપિંડીથી બચાવી શકાય. તેમજ ધર્મના નામે ચાલતા આવા બનાવટી બાબાઓ સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે, જેથી કોઈ લોકોની ધાર્મિક લાગણીઓ સાથે તેઓ આવી રમત બીજીવાર ન રમી શકે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.