Security forces achieve great success in Baramulla, Kashmir, 3 Pakistani militants killed, one martyred
BIG NEWS /
કાશ્મીરના બારામુલામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી, 3 પાકિસ્તાની આતંકવાદીઓ ઠાર, એક જવાન શહીદ
Team VTV12:17 PM, 25 May 22
| Updated: 12:18 PM, 25 May 22
જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.એક સર્ચ ઓપરેશનમાં સુરક્ષા દળોએ 3 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા છે.
જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી
સર્ચ ઓપરેશનમાં સુરક્ષા દળોએ 3 પાકિસ્તાની આતંકવાદીઓને કર્યા ઠાર
આ ઓપરેશન દરમિયાન સૈન્યનો એક સૈનિક પણ શહીદ
જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.આ અંગે સૈન્યના સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સૈનાનું એક સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. જેમાં સુરક્ષાદળોએ 3 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા છે. બીજી બાજુ આ ઓપરેશન દરમિયાન એક સૈનિક શહીદ પણ થયો છે.
#UPDATE Baramulla encounter | Three Pakistani terrorists killed and one JKP personnel also martyred in this encounter: IGP Kashmir Vijay Kumar
આ અંગે જમ્મુ-કાશ્મીર પોલીસના IGP વિજય કુમારે જણાવ્યું હતું કે, કાશ્મીરના બારામુલામાં એક સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. તે દરમિયાન સુરક્ષા દળોએ 3 પાકિસ્તાની આતંકવાદીઓને ઠાર કર્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ ઓપરેશન દરમિયાન એક સૈનિક શહીદ થયો હતો. કહેવાઈ રહ્યું છે કે, આતંકીઓ પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે.
સીમા પારથી હથિયારોની સપ્લાઈ કરવામાં આવી રહી છે
સૈન્યના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ આતંકવાદીઓ કાશ્મીર ઘાટીમાં પોતાની યોજનાને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. સતત ઘૂસણખોરીના પ્રયાસો થઈ રહ્યા છે, જેને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સેના કામ કરી રહી છે. એવું કહેવામાં આવ્યું છે કે માર્યા ગયેલા પાકિસ્તાની આતંકવાદીઓ પણ આવા જ પ્રયાસમાં હતા.સરહદ પારથી મોટી માત્રામાં હથિયારો મોકલવામાં આવી રહ્યા છે, ભૂતકાળમાં આતંકવાદીઓએ અમરનાથ યાત્રાને લઈને પણ ધમકી આપી હતી. એટલા માટે સુરક્ષા દળો સતત સક્રિય છે અને આવી દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા છે.