security breach at raja bhoj airport bhopal young man rages helicopter
બેદરકારી /
ભોપાલ એરપોર્ટ સુરક્ષામાં મોટી ચૂક, અસ્થિર મગજના વ્યક્તિએ હેલિકોપ્ટરમાં કરી તોડફોડ
Team VTV08:19 AM, 03 Feb 20
| Updated: 08:19 AM, 03 Feb 20
ભોપાલ એરપોર્ટ પર સુરક્ષામાં ચૂક થઈ હોવાનો બનાવ જોવા મળ્યો છે. ભોપાલ એરપોર્ટ પર અસ્થિર મગજના યુવાને હેલિકોપ્ટરમાં તોડફોડ કરી છે. પોલીસે અસ્થિર મગજના વ્યક્તિની અટકાયત કરી છે. ઉદયપુર જતા વિમાનની સામે યુવક પહોંચી ગયો અને પથ્થરો મારીને હેલિકોપ્ટરના કાચ તોડી નાંખ્યા હતા.
ભોપાલ એરપોર્ટ પર સુરક્ષામાં મોટી ચૂક
અસ્થિર મગજના વ્યક્તિએ ઉદયપુર જતા હેલિકોપ્ટરમાં કરી તોડફોડ
પોલીસે અસ્થિર મગજના વ્યક્તિની કરી અટકાયત
મળતી માહિતી અનુસાર જ્યારે સ્પાઈસજેટનું વિમાન ઉદયપુર માટે નીકળી રહ્યું હતું ત્યારે એક યુવક વિમાનની સામે આવી ગયો. મહામુશ્કેલીએ તેને પકડી લેવામાં આવ્યો છે. યુવક અસ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે અને તે ભોપાલના 1100 ક્વાર્ટરનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેણે પોતાનું નામ યોગેશ ત્રિપાઠી જણાવ્યું છે. તેણે હેલિકોપ્ટર પર પથ્થરમારો શા માટે કર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી.
સ્પાઇસ જેટ 3721 વિમાન રન-વે પર ઉડવા માટે તૈયાર હતું, તે જ સમયે આ ઘટના પ્રકાશમાં આવી. વિમાનના પાયલટે સંવેદનશીલતાથી તરત જ વિમાનનું એન્જિન રોકી દીધું. પાયલટ-ઇન-કમાન્ડના આદેશ પર વિમાનને ફરીથી સલામત સ્થળે લાવવામાં આવ્યું હતું અને તમામ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા હતા. મુસાફરોને અરાઈવલ બિલ્ડિંગ દ્વારા ડિપાર્ચર હોલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં મુસાફરોને ફરીથી બોર્ડિંગ કાર્ડ આપવામાં આવ્યા હતા. બધું બરાબર થઈ ગયા પછી, વિમાન રાત્રે આઠ વાગ્યે ફરીથી ઉડાન ભરી ગયું.
Bhopal Airport Official: A man entered the operational runway area of the Airport today. Central Industrial Security Force (CISF) has detained the person. Further probe underway. #MadhyaPradesh
ખાનગી હેલિકોપ્ટર હોવાથી નુકસાનની ભરપાઈની જવાબદારી કરાશે નક્કી
યુવકે જે હેલિકોપ્ટરને નુકસાન કર્યું હતું તે ખાનગી હતું. આ સુરક્ષા ક્ષતિની જવાબદારી નક્કી કરવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તપાસમાં એ પણ જાણવા મળશે કે એરપોર્ટમાં અનધિકૃત પ્રવેશ પાછળનું કારણ શું છે. યુવકને કસ્ટડીમાં લીધા બાદ તેને પોલીસ હવાલે કરાયો હતો.