Security at Gujarat's airport has been beefed up following a drone plot in Jammu
બંદોબસ્ત /
જમ્મુમાં ડ્રોન વડે વિસ્ફોટના કાવતરા બાદ ગુજરાતના એરપોર્ટની સુરક્ષામાં કરાયો વધારો
Team VTV11:46 AM, 29 Jun 21
| Updated: 11:53 AM, 29 Jun 21
દેશમા ડ્રોન વડે હુમલાની ઘટનાનો ઘટસ્ફોટ થયા બાદ દેશ અને રાજ્યના તમામ એરપોર્ટની સુરક્ષાનો વધારો કરાયો છે.
એરપોર્ટ પર સુરક્ષા બંદોબસ્તમાં વધારો કરાયો
એરપોર્ટ પર બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ તૈનાત
અમદાવાદમાં અષાઢી બીજની રથયાત્રાને લઇ અલર્ટ
દેશમા ડ્રોન વડે હુમલાની ઘટનાનો ઘટસ્ફોટ થયા બાદ દેશ અને રાજ્યના તમામ એરપોર્ટની સુરક્ષાનો વધારો કરાયો છે. મહત્વનું છે કે દેશમાં બે દિવસમાં બે ડ્રોન હુમલાનું કાવતરું કરવામાં આવ્યું હતું જો કે શનિવારે જમ્મુ એરબેઝ પર બે ડ્રોન વડે વિસ્ફોટ કરવામાં આવ્યા હતા જે પછી જમ્મુના જ કાલુચક સૈન્ય મથકમાં ડ્રોન દેખાયું હતું.
રેલવે સ્ટેશન પર પણ સુરક્ષા બંદોબસ્તમાં વધારો
ડ્રોન વડે હુમલાની શક્યાતાઓ જોવામાં આવતા હાલ દેશ અને રાજ્યના તમામ એરપોર્ટનું સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે, મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટને પણ એલર્ટ મોડમાં રાખી દેવામાં આવ્યું છે સાથે રેલ્વે સ્ટેશન પર પણ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અમદાવાદમાં અષાઢી બીજની રથયાત્રાને લઇ અલર્ટ
અષાઢી બીજને દિવસે અમદાવાદમાં રથયાત્રા યોજાતી હોય છે જો કે હજુ સુધી રથયાત્રાને કોઈ મંજૂરી મળી નથી પરતું જો સંભવનાઓ જોઈ રહી છે કે રથયાત્રા યોજાશે જેને લઈ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે શહેરમાં પણ સુરક્ષા પર ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
અમદાવાદ એરપોર્ટ પર અલર્ટ જાહેર કરાયા
શહેરમાં ટર્મિનલ પર આવતા તમામ લોકોની પર નજર રાખવામાં આવી રહી છે, એરપોર્ટ પર બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ તૈનાત કરી દેવામાં આવ્યું છે. શહેરમાં પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી છે.