બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / Sector 36 Review: ફિલ્મમાં જોવા મળશે વિક્રાંત મેસ્સીનું ધમાકેદાર પરફોર્મન્સ, રિવ્યૂ સાંભળી હચમચી જશો
Last Updated: 05:01 PM, 13 September 2024
'સેક્ટર 36'માં જે રીતે પાત્રોને બે સ્તરોમાં બતાવવામાં આવ્યા છે, તે તમારા મનને ઉલજાવેલું રાખે છે. નેટફ્લિક્સની આ નવી ફિલ્મમાં વિક્રાંતનું પાત્ર અને તેનો કિરદાર જોઇ તમે દંગ રહી જશો. દર્શક તરીકે તમને ઝટકો લાગશે. 'સેક્ટર 36'ના બીજા અભિનેતા દીપક ડોબરિયાલ તેનો ચહેરો બની જાય છે.
ADVERTISEMENT
ફિલ્મ: સેક્ટર 36
3/5
ADVERTISEMENT
કલાકારો: વિક્રાંત મેસી, દીપક ડોબરિયાલ
દિગ્દર્શક: આદિત્ય નિમ્બાલકર
દીપકનું પાત્ર રામ ચરણ પાંડેએ પડદા પર પોલીસની સૌથી વાસ્તવિક રજૂઆતોમાંનું એક છે. એક રિયલ ઘટના પર આધારિત 'સેક્ટર 36' એક કહાની કહે છે જે હ્યુમન બિહેવિયર અને સાઇકોલોજીની પરતને રજુ કરે છે. જો કે તેમની પોતાની કમીઓ પણ છે.
એક નાળાથી વિભાજીત થયા બે સંસાર
'સેક્ટર 36' ની આખી કહાની ગટરમાંથી બળી ગયેલો હાથ મળી આવ્યા પછી ખુલવા લાગે છે. તે પહેલાં ફિલ્મ તેની કહાની અને કિરદારો માટે માહોલ બનાવે છે. ઇન્સ્પેક્ટર પાંડે (દીપક ડોબરિયાલ), જે તેના બે જુનિયરો સાથે ઘટનાસ્થળે પહોંચે છે, તે ખુલાસો કરે કે તે વાનરનો હાથ છે અને તેની સતર્કતા માટે હાથ જોનાર પ્રથમ બાળકને 100 રૂપિયાનું ઈનામ આપીને નીકળી જાય છે.
બાળક નજીકની સ્લમ વિસ્તારનો રહિશ છે. આ ઝુપડપટ્ટી ગટરના નાળાની બાજુમાં આવેલી છે. ગટરની બીજી બાજુ બિઝનેસમેન બલબીર સિંહ બસ્સી (આકાશ ખુરાના)નું ઘર છે. બસ્સી પોતે ભાગ્યે જ આ ઘરમાં રહે છે અને તેની ગેરહાજરીમાં તેનો નોકર પ્રેમ (વિક્રાંત મેસી) 'પોતાના ઘર'ની જેમ ત્યાં સ્થાયી થયો છે.
ઝૂંપડપટ્ટીમાંથી એટલા બધા બાળકો ગુમ થયા છે કે પોલીસ ચોકીના બોર્ડ 'ગુમશુદા' પોસ્ટરોથી ભરેલા છે. પરંતુ પાંડેએ 'હિંમતના દેખાવ'થી દૂર રહેવાનું માને છે કારણ કે કોકરોચ કિતની ભી બોડી-શોડી બનાલે, પરંતુ જૂતા હંમેશા જીતે છે.' પરંતુ પાંડેની હિંમત તેની પુત્રી સાથે બનેલી ઘટના પછી જાગી જાય છે.
પાંડે ફિલ્મની શરૂઆતમાં કહે છે કે તેના પિતાને ન્યૂટનની 'એક્શન-રિએક્શન' થિયરી ખૂબ જ અદભૂત લાગે છે. અને આ બાજુ પાંડે એક્શનમાં આવતા જ પોલીસ મહકમે બસ્સીના જુના મિત્ર અને 'સિસ્ટમ' તરફથી પ્રતિક્રિયા આવવા લાગે છે. પરંતુ આ પ્રતિક્રિયાઓને ટાળીને પાંડે તેની તપાસને આગળ ધપાવે છે અને પછી પ્રેમની અંદરથી હિંસાની એવી કહાની બહાર આવે છે તમે તેને માણસ તરીકે સ્વીકારવાનો ઇનકાર કરી દેશો. હવે સવાલ એ છે કે શું પાંડે સાહેબ ગુમ થયેલા બાળકોને ન્યાય અપાવી શકશે? કે પછી તેઓ સિસ્ટમના જૂત્તા નીચે કચડાઇ જશે?
'સેક્ટર 36'માં જે રીતે પાત્રોને બે સ્તરોમાં બતાવવામાં આવ્યા છે, તે તમારા મનને મૂંઝવણમાં રાખે છે. પ્રેમનો ગુનો તેને રાક્ષસ બનાવે છે, પરંતુ તે તેની પત્ની અને પુત્રી પ્રત્યે કોઈપણ સામાન્ય વ્યક્તિ જેટલો નરમ હોય છે. પાંડે દિલથી ઈમાનદાર છે પણ સિસ્ટમમાં ટકી રહેવા માટે 'એડજસ્ટ' થઈ ગયો છે.
ગુમ થયેલા બાળકોમાં મોટા ભાગની છોકરીઓ છે, પુરો પર્દાફાશ માત્ર એક છોકરીના કેસથી થાય છે. પરંતુ પાંડે જે શરૂઆતમાં આ કેસમાં અણગમતો હતો, વાર્તાનો ખલનાયક પ્રેમ, નવા પોલીસ ડીસીપી અને બસ્સી… બધાના ઘરમાં છોકરીઓ છે.
લોજિકને તોડતી ફિલ્મ
આ ફિલ્મ એવી આઘાતની લાગણી પહોંચાડે છે કે તે સમાપ્ત થયા પછી તમે થોડા સમય માટે મૌન રહેશો. જો કે 'સેક્ટર 36'માં પણ તે પ્રકારની સમસ્યાઓ છે જે ક્રાઈમ થ્રિલર ફિલ્મમાં ન હોવી જોઈએ. ક્રાઇમ થ્રિલર ફિલ્મોને બે બાબતો રસપ્રદ બનાવે છે - ક્રાઇમ અને ઇન્વેસ્ટિગેશન અને ક્રાઇમને જન્મ આપનાર સામાજિક અથવા વ્યક્તિગત વિચારસરણીનો સડો.. 'સેક્ટર 36' બીજા હાફમાં ખૂબ જ મજબૂત છે પરંતુ પહેલા હાફમાં કરમજોર છે.
મોટાભાગે બોલીવુડ કંટેટની જેમ 'સેક્ટર 36' પોલીસ તપાસની ગૂંચવણો અને યુક્તિઓ બતાવવામાં ઘણું બધું ચૂકી જાય છે. ફિલ્મનો પ્લોટ 2006 ની નિઠારી ઘટના પર આધારિત છે. પરંતુ પ્રેક્ષકોને આંચકો આપવાની નિયત, કહાનીની ગહેરાઇમાં જતી અટકાવે છે. ફિલ્મના સ્કીનપ્લે ચીજોને ઉપર ઉપરથી કહી નાખવાની ઉતાવળ હોય તેવું લાગે છે.
ડીસીપીની બદલી, પ્રેમની ધરપકડ, પ્રેમની કબૂલાત અને ઘણું બધું ખૂબ જ અનુકૂળ રીતે થાય છે. 'સેક્ટર 36'માં માહોલ સારી રીતે સેટ હતો પરંતુ કહાની કહેવાની અને વસ્તુઓને પડદા પર પ્રગટ કરવા દેવાની નેચુરલ પ્રક્રિયાને બદલે તેને 'હાર્ડ હિટિંગ' બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જો પટકથાએ ફિલ્મના પ્લોટને થોડી વધુ વિગતવાર અને સસ્પેન્સ સાથે ખોલ્યો હોત, તો મામલો આપોઆપ અત્યારે છે તેના કરતાં વધુ સખત હિટ થઈ ગયો હોત.
આ પણ વાંચોઃ ધક્કે ચડી અભિનેત્રી! લાલબાગચા રાજાના દર્શન સમયે બાઉન્સરોની હરકત, શૉકિંગ
એક્ટિંગથી જામ્યો રંગ
ખામીઓ હોવા છતાં 'સેક્ટર 36' પરથી તમારી નજર દૂર કરવી મુશ્કેલ છે, તો તેનું સૌથી મોટું કારણ છે કલાકારોનું કામ. સાયકોપેથિક સીરીયલ કિલરની ભૂમિકામાં વિક્રાંત મેસીમાં સનક ભરી એનર્જી છે, જે તમને જોઈને જ અસ્વસ્થ કરી શકે છે.આપણને સ્ક્રીન પર લોહીલુહાણ બતાવવાની આદત પડી ગઈ છે. પરંતુ અહીં વિક્રાંતે તેના પાત્રના વર્તન, તેની ક્રિયાઓ અને અભિવ્યક્તિઓ દ્વારા એક ભયાનકતા સર્જી છે. તે રસ્તા પર મળેલી અન્ય વ્યક્તિ જેટલો જ સરળ દેખાતો હોય છે. પણ એનું મન તમારા મનમાં બનેલી 'રાક્ષસ'ની ઇમેજ કરતા પણ ભયાનક. વિક્રાંતના શ્રેષ્ઠ પ્રદર્શનમાં આની ગણતરી થશે.
દીપક ડોબરિયાલે પોલીસનું પાત્ર ભજવ્યું છે તે અભિનય શીખનારાઓ માટે એક વર્ગ છે. દીપક એ દરેક વાસ્તવિક પોલીસમેન જેવો છે જે તમે તમારા નિયમિત જીવનમાં મળો છો. પૂછપરછના દ્રશ્યમાં વિક્રાંત જે રીતે અવાચક બેસે છે તે અદ્ભુત લાગે છે. તેની આંખોમાં એક દર્શકની અભિવ્યક્તિ છે જે સ્ક્રીન પર ફિલ્મ જોઈ રહ્યો છે. એકંદરે 'સેક્ટર 36' જોવા જેવી ફિલ્મ છે. વિક્રાંત અને દીપકનું શાનદાર કામ તમારું ધ્યાન ખેચી રાખે છે. ફિલ્મની અપીલ તેની ખામીઓ પર ભારે પડે છે અને તે સમાપ્ત થયા પછી પણ થોડા સમય માટે તમારા મગજમાં રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.