બ્રેકિંગ ન્યુઝ
Shyam
Last Updated: 07:30 PM, 29 March 2021
ADVERTISEMENT
સુરતમાં 4થી વધુ લોકો એકત્ર થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કોરોનાની મહામારીને ધ્યાને લઇ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્વ કર્યું છે. તેમજ સરઘસ કાઢવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ જાહેરનામું 13 એપ્રિલ સુધી લાગુ રહેશે.
ADVERTISEMENT
સુરતીઓ દ્વારા નિયમનું કરાયું પાલન
મહત્વનું છે કે, કોરોના સંક્રમણ રોકવા માટે સૂરતીઓએ તંત્રને સાથ આપ્યો હતો. તંત્ર દ્વારા કરાયેલી સૂચનાનું સુરતીઓ દ્વારા પાલન કરાયું હતું. સુરતમાં લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. સુરત મનપા કમિશનરે લોકોને ધુળેટી ન રમવા અપીલ કરી હતી. સુરતમાં રોડ રસ્તા અને શેરીઓ સુમસામ જોવા મળી હતી.
હોમ ક્વોરોન્ટાઈનની સંખ્યામાં વધારો
સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ યથાવત્ છે. કોરોનાને કારણે હોમ ક્વોરન્ટાઇનની સંખ્યા વધી રહી છે. 1 માર્ચે 4395 લોકો હોમ ક્વોરન્ટાઇન હતા. સુરતમાં 28 માર્ચના 28,863 લોકો હોમ ક્વોરન્ટાઇન કરાયા છે. રોજબરોજ આંકડાઓ વધતા જાય છે. કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ વધ્યા છે. દર્દી વધતા વધુ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.