માતા વૈષ્ણો દેવીના મંદિરથી જોડાયેલા આ રહસ્યો જાણીને રહી જશો દંગ

By : krupamehta 11:01 AM, 11 October 2018 | Updated : 11:01 AM, 11 October 2018
માતા વૈષ્ણો દેવીના દર્શન માટે આજના સમયમાં જે રસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે એ દેવી ભવનનો પ્રાકૃતિક રસ્તો નથી. આ રસ્તાને શ્રદ્ધાળુઓની વધતી સંખ્યાને જોઇને 1977માં બનાવવામાં આવ્યો હતો. આજના સમયમાં આ રસ્તાથી થઇને શ્રદ્ધાળુ માતાના દરબાર સુધી પહોંચે છે. 

માતા વૈષ્ણો દેવીના દર્શન માટે ખૂબ જ ઓછા ભક્તોને પ્રાતીન ગુફાથી માતાના ભવનમાં પ્રવેશનું સૌભાગ્ય મળી શકે છે. કારણ કે અહીંયા નિયમ છે કે જ્યારે દસ હજારથી ઓછા શ્રદ્ધાળુ હશે ત્યારે જ પ્રાતીન ગુફાનો દ્વાર ખોલવામાં આવે છે. 

માતા વૈષ્ણદેવીના દરબારમાં ગુફાનું ખૂબ મહત્વ છે. માનવામાં આવે છે કે આ પ્રાચીન ગુફાની અંદર આજે પણ ભૈરવનું શરીર હાજર છે. કહેવામાં આવે છે કે માતાએ આ જગ્યા પર ભૈરવને માર્યો હતો અને એનું માથું ઊડીને ભૈરવ ઘાટીમાં ચાલી ગયું હતું અને શરીર અહીંયા રહ્યું હતું. 

વૈષ્ણો દેવી મંદિર સુધી પહોંચવા ઘાટીમાં ગણા પડાવ છે, જેમાંથી એક છે આદ્યકુંવારી, અહીંયા બીજી એકગુફા છે, જેને ગર્ભજૂન નામથી ઓળખવામાં આવે છે. ગર્ભજૂન ગુફાને લઇને માન્યતા છે કે માતા અહીંયા 9 મહિના સુધી એવી રીતે રહી હતી જેવી રીતે એક શિશુ માતાના ગર્ભમાં 9 મહિના સુધી રહે છે. 

ગર્ભજૂન ગુફાને લઇને માન્યતા છે કે જે પણ મનુષ્ય આ ગુફામાં જાય છે એને ફરી ક્યારેય પણ ગર્ભમાં જવું પડતું નથી. જો મનુષ્ય ગર્ભમાં આવે પણ છે તો ગર્ભમાં એને કષ્ટ ઊઠાવવો પડે નહીં અને એનો જન્મ સુખ અને વૈભવથી ભરેલો થાય છે. Recent Story

Popular Story