બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Secretary lochan sehra of the Urban Development slaps deputy Secretary

ગાંધીનગર / શહેરી વિકાસ સચિવ સહેરાએ નાયબ સચિવ જી.પી પટેલને સચિવાલયમાં લાફો માર્યાની ચર્ચા

vtvAdmin

Last Updated: 06:09 PM, 19 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સચિવાલયના અધિકારીઓના વોટ્સએપ ગ્રૂપમાં શહેરી વિકાસ સચિવે એક નાયબ સચિવને કક્ષાના અધિકારીને જાહેરમાં ફટકાર્યા હોવાની ચર્ચા ચાલી હતી. આ ઘટના દુઃખદ છે તેવા લખાણ સાથે મેસેજ ફરતા થયા હતા.

શહેરી વિકાસ સચિવે એક નાયબ સચિવે કક્ષાના અધિકારીને ફટકાર્યા હોવાની ચર્ચા ચાલી હતી. સોશિયલ મીડિયામાં પણ આ ઘટના વાયરલ થઇ હતી. જેમાં તેને દુઃખદ છે તેવા લખાણ સાથે મેસેજ ફરતા થયા હતા.

શહેરી વિકાસ વિભાગના અર્બન હાઉસિંગ વિભાગના સચિવ લોચન સહેરાએ નાયબ સચિવ જીપી પટેલને કામકાજ દરમિયાન બોલાચાલી બાદ માર માર્યાની ચર્ચા જાગી હતી. જોકે વાત વહેતી થતા સચિવ લોચને આ આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ પ્રકારની કોઇ ઘટના બની નથી. તેમણે કહ્યું કે, પટેલ હંમેશા તેમના ઉગ્ર સ્વભાવના છે ત્યારે ગઇકાલે ચેમ્બરમાં તેઓ આવેશમાં આવી ગયા હતા. તેઓ ઊંચા અવાજે વાત કરવા લાગ્યા જેને લઇને મે તેમને ઠપકો આપતા ચેમ્બરમાંથી બહાર જવા કહ્યું હતું.

મહત્વનું છે કે, આ મામલે કેટલાક અધિકારીઓએ જણાવ્યું હતું કે સચિવ સહેરા આ પ્રકારનું વર્તન કરે તેવા અધિકારી નથી. નાયબ સચિવ પટેલે સહાનુભૂતિ મેળવવા માટે આમ કર્યું હોય તેવું બની શકે છે તેમ જણાવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Secretary Urban Development deputy secretary gandhinagar ગાંધીનગર સચિવ gandhinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ