બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઓનલાઇન શોપિંગ કરતી વખતે આ 8 ટિપ્સ અચૂકથી ધ્યાનમાં રાખજો, નહીં છેતરાઓ

તમારા કામનું / ઓનલાઇન શોપિંગ કરતી વખતે આ 8 ટિપ્સ અચૂકથી ધ્યાનમાં રાખજો, નહીં છેતરાઓ

Last Updated: 10:44 AM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓનલાઇન શોપિંગ કરતી વખતે ડેટા સુરક્ષિત રાખવો હોય, તો આજે જ આ પ્રક્રિયાને ફોલ્લો કરો. ડેટા સુરક્ષિત થઈ જશે અને ફ્રોડ થવાનું જોખમ 'ના' બરાબર રહેશે.

ડિજિટલ યુગમાં ઘણા લોકો ઓનલાઇન શોપિંગને મહત્ત્વ આપે છે, પણ શું તમે જાણો છો કે આ ઓનલાઇન શોપિંગના ચક્કરમાં ઘણા ફ્રોડ પણ થાય છે. આ ફ્રોડથી બચવા માટે તમારે અમુક પગલાં એવા ભરવા જોઈએ કે, જે તમારા ડેટાને સુરક્ષિત રાખી શકે. તો ચાલો જાણીએ કે, કયા પગલાં તમારે ભરવા જોઈએ.

સુરક્ષિત વેબસાઇટ્સ પર ખરીદી કરો

હંમેશા એવી વેબસાઇટ પર ખરીદી કરો કે જે HTTPS વેબસાઇટ પ્રોટોકોલનો ઉપયોગ કરે. આ તમારા ડેટાને સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.

મજબૂત પાસવર્ડનો ઉપયોગ કરો

તમારા શોપિંગ એકાઉન્ટ માટે મજબૂત અને અલગ-અલગ પાસવર્ડનો ઉપયોગ કરો. પાસવર્ડમાં અક્ષરો, સંખ્યાઓ અને ખાસ ચિહ્નોનું ઉપયોગ કરવું ફાયદાકીય છે. દા. ત. R123!

વધુ વાંચો PF એકાઉન્ટમાંથી આટલા પૈસા ઉપાડ્યા તો નહીં મળે પેન્શન, ભૂલ્યા વગર નોટ કરી લેજો આ નિયમો

બે-સ્ટેપનું પ્રમાણીકરણ કરો

તમારું એકાઉન્ટ વધુ મજબૂત કરવા માટે બે-સ્ટેપનું પ્રમાણીકરણ કરો. આના થકી કોઈ પણ વ્યક્તિ તમારા એકાઉન્ટને એક્સેસ નહીં કરી શકે, પછી ભલેને તમારો પાસવર્ડ લીક થઈ ગયો હોય.

વાયરસ અને માલવેર ઇન્સ્ટોલ કરો

તમારા વ્યક્તિગત ડેટાને વાયરસ અને હેકર્સથી સુરક્ષિત રાખવા માટે સારા એન્ટીવાયરસ અને માલવેર સોફ્ટવેરનો ઉપયોગ કરો.

સાર્વજનિક Wi-Fi ટાળો

સાર્વજનિક Wi-Fi નેટવર્ક્સ પર ઓનલાઈન ખરીદી કરવાનું ટાળો, કારણ કે હેકર્સ માટે તમારી વ્યક્તિગત માહિતી ચોરી કરવાનો આ એક સરળ રસ્તો છે.

પેમેન્ટ માટે સુરક્ષિત વિકલ્પ પસંદ કરો

હંમેશા ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા UPI જેવા સુરક્ષિત પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરો. કેશ ઓન ડિલિવરી પણ એક સુરક્ષિત વિકલ્પ છે.

ઓનલાઇન સ્ટોર્સના રિવ્યૂ અને રેટિંગ્સ તપાસો

ખરીદી કરતા પહેલા, તે વેબસાઇટ અથવા ઓનલાઇન સ્ટોર્સ રિવ્યૂ અને રેટિંગ્સ તપાસો. રિવ્યૂ અને રેટિંગ્સ પરથી તમને અંદાજો આવશે કે, આ વિશ્વાસ પાત્ર સ્ટોર કે વેબસાઇટ છે કે નહીં.

સુરક્ષિત અને વ્યક્તિગત માહિતી શેર કરશો નહીં

ઓનલાઈન શોપિંગ કરતી વખતે તમારી અંગત માહિતી જેવી કે પાસપોર્ટ નંબર, બેંક ખાતાની વિગતો વગેરે ક્યારેય શેર કરશો નહીં, જો જરૂર લાગે તો જ શેર કરો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

online shopping Data Privacy digital media
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ