બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર, ગૌણ સેવા પસંદગી મંડળની 500 થી વધારે જગ્યા માટે ભરતીની જાહેરાત
Last Updated: 08:43 PM, 24 June 2024
ગૌણ સેવા પસંદગી મંડળે ફરી એકવાર મોટી ભરતીની જાહેરાત કરી છે. જેમાં ખેતી મદદનીશની 436 જગ્યાઓ પર ભરતી જાહેર કરી છે. જ્યારે બાગાયત મદદનીશની 52 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
‼️ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા વધુ ભરતીની જાહેરાત
— DINESH CHAUDHARY (@dinesh9904748) June 24, 2024
▪️ખેતી મદદનીશ : 436 જગ્યાઓ પર ભરતી જાહેર
▪️બાગાયત મદદનીશ: 52 જગ્યાઓ પર ભરતી જાહેર
▪️મેનેજર (અતિથિગૃહ): 14 જગ્યાઓ પર ભરતી
*01/07થી 20/07/2024 સુધીમાં OJAS પર online અરજી કરાશે*
ગૌણ સેવા પસંદગી મંડળ દ્રારા વધુ ભરતીની જાહેરાત
ADVERTISEMENT
આ ઉપરાંત અતિથિગૃહના મેનેજરની 14 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે. જે ભરતી માટે ઉમેદવારો 1 થી 20 જુલાઈ સુધી ઓજસ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે.
પ્રિય ઉમેદવાર મિત્રો,
— HASMUKH PATEL (@HHPATELGSSSB) June 24, 2024
ખેતી મદદનીશ : 436, બાગાયત મદદનીશ: 52, મેનેજર (અતિથિગૃહ): 14 જગ્યાઓ ભરવા માટે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 01/07 થી 20/07/2024 સુધીમાં OJAS પર online application મંગાવવા આવતીકાલે GSSSBની વેબસાઈટ પર 15.00 કલાકે નોટિફિકેશન મુકવામાં આવશે.
આ પણ વાંચો: સ્વામિનારાયણ ગુરૂકુળના સ્વામી સામે દુષ્કર્મ કેસમાં સેવકની ધરપકડ, રાજકોટ LCBએ મહારાષ્ટ્રથી ઝડપ્યો
હસમુખ પટેલે કર્યું ટ્વીટ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરના સચિવ હસમુખ પટેલે ટ્વીટ કરી માહિતી આપતા જણાવ્યું કે, ખેતી મદદનીશ : 436, બાગાયત મદદનીશ: 52, મેનેજર (અતિથિગૃહ): 14 જગ્યાઓ ભરવા માટે યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 01/07 થી 20/07/2024 સુધીમાં OJAS પર online application મંગાવવા આવતીકાલે GSSSBની વેબસાઈટ પર 15.00 કલાકે નોટિફિકેશન મુકવામાં આવશે.
લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.