બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / second hand honda bajaj tsv motorcycle bike and scooter market in delhi

કામની વાત / જ્યાં એક લાખનું બાઈક મળી જાય 30 હજાર સુધીમાં, આખા દેશમાં વખણાય છે આ માર્કેટ

Bhushita

Last Updated: 11:50 AM, 8 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે મોંઘી અને શાનદાર બાઈક ચલાવવાના શોખીન છો પરંતુ તમે તે ખરીદી શકતા નથી તો તમારે નિરાશ થવાની જરૂર નથી. તમે તે તમામ મોડલ્સની બાઈક ખરીદી શકો છો જેને તમે ચલાવવા ઈચ્છો છો. આજે અમે તમને દિલ્હીના એવા કેટલાક બજારના નામ જણાવીશું જ્યાંથી તમે સેકન્ડ હેન્ડ બાઈક મેળવી શકો છો અને તમારી ઈચ્છા પૂરી કરી શકો છો. આ માર્કેટમાં તમને 1 લાખ રૂપિયાની બાઈક 30 હજાર રૂપિયા સુધીમાં મળી જશે.

  • દિલ્હીના આ બજાર બાઈક માટે છે જાણીતા
  • 1 લાખ રૂપિયાની બાઈક અહીં મળશે 30 હજારમાં
  • સેકન્ડ હેન્ડ બાઈક માર્કેટ માટે ફેમસ છે આ પ્લેસ

દિલ્હીમાં જાણીતા છે આ માર્કેટ

દિલ્હીમાં સેકન્ડ હેન્ડ બાઇક બજારો કરોલ બાગ, સુભાષ નગર, લાજપત નગર અને ગીતા કોલોનીમાં આવેલા છે. અહીં તમારી પાસે સેકન્ડ હેન્ડ સ્કૂટી, સેકન્ડ હેન્ડ સ્પોર્ટ્સ બાઈક, સેકન્ડ હેન્ડ બુલેટ, પલ્સર, હાર્લી ડેવિડસન બધી બ્રાન્ડની બાઇક ખરીદી શકાય છે. આ માર્કેટમાં તમને 1 લાખ રૂપિયાની બાઈક 30 હજાર રૂપિયા સુધીમાં મળી જાય છે. 

જાણો કઈ કિંમતમાં મળશે કયા ટૂ વ્હીલર

બે વર્ષ જૂનું ડ્યુક 390 સીસી જેની મૂળ કિંમત 2.20 લાખ રૂપિયા છે, તો તમને 1 લાખની નજીક મળશે. એટલે કે સીધી અડધી કિંમતમાં. તે જ સમયે જ્યારે ઓછા બજેટ બાઇકની વાત કરવામાં આવે છે, ત્યારે તે 15 હજારથી શરૂ થાય છે. આમાં સ્પ્લેન્ડર, પ્લેટિના, તમામ પ્રકારની બાઇક મળી રહે છે. આ ઉપરાંત, સ્કૂટી 15 હજારની રેન્જથી શરૂ થાય છે.

આ બજારમાંથી ખરીદી કરતાં પહેલાં રાખો આ સાવધાની

દિલ્હીના બાઇક માર્કેટમાં બાઇક ખરીદતી વખતે કેટલીક ચીજોનું ખાસ ધ્યાન રાખવું. ઉદાહરણ તરીકે, 4 વર્ષથી વધુ જૂની અથવા 30 હજાર કિ.મી.થી વધુ ચાલેલી બાઇક ન ખરીદો. કારણ કે આવી બાઇક ડબલ-સ્ટાન્ડર્ડ હોય છે અને માઇલેજ ખૂબ ઓછી આપતી હોય છે. ખરીદતા પહેલા એક પરીક્ષણ રાઇડ લઈને બાઈકની કંડીશનની ખાતરી કરો. જો તમને બાઇક ગમે છે તો 2-3 મોડેલો ચકાસી લો.

આ સિવાય તમે Olx, droom.in, bikedekho.com, bike4sale.com અને Quickr પરથી પણ સેકન્ડ હેન્ડ બાઈક ખરીદી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Auto News Bike Bike Market Second Hand Bike Two Wheelers delhi ટુ વ્હીલર દિલ્હી બાઈક માર્કેટ Auto News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ