5 લાખની CAR માત્ર 60 હજારમાં, આ છે ઇન્ડિયાનું સસ્તું સેકન્ડ હેન્ડ કાર માર્કેટ

By : krupamehta 02:39 PM, 14 March 2018 | Updated : 02:39 PM, 14 March 2018
જો તમે કાર ખરીદવા ઇચ્છો છો, પરંતુ બજેટ  કોઇ બાઇકની કિંમતના બરોબર પણ નથી, તો પણ તમે ખરીદી શકો છો. હકીકતમાં ઇન્ડિયામાં ઘણી જગ્યા પર સેકન્ડ હેન્ડ કારના માર્કેટ છે. જ્યાં લાખોની કાર હજારોમાં મળી જાય છે. આવું જ એક માર્કેટ દિલ્હીના કરોલ બાગ પર છે. અહીંથી સેકન્ડ હેન્ડ મારૂતિ વેગનઆરને માત્ર 60 હજારમાં ખરીદી શકો છો. જણાવી દઇએ કે વેગનઆરના ટોપ મોડલની ઓનરોડ પ્રાઇઝ 5 લાખ 6 હજાર રૂપિયા છે. 

અહીંયા છે આ માર્કેટ
દિલ્હીમાં સેકન્ડ હેન્ડ બાઇકનું સૌથી મોટું માર્કેટ કરોલ બાગ પર છે. જે જળ બોર્ડ પાસે છે. અહીંયા મારૂતિથી લઇને મહેન્દ્રા, ફોર્ડ, હુંડઇ, વોક્સવેગન સહિત ઘણી બ્રાંડની કાર મળે છે. જોવામાં આ કારની કન્ડીશન સારી હોય છે. એટલે કે એની પર કોઇ પણ પ્રકારની ધૂળ નથી હોતી. કારનું મોડલ જેટલું જૂનું હશે એટલી એની કિંમત ઓછી હશે. એટલે કે 2005 મોડલ વાળી વેગનારને 60 હજાર રૂપિયામાં ખરીદી શકાશે. 

ફાઇનેન્સની સુવિધા પણ
સેકન્ડ હેન્ડ કારના આ માર્કેટમાં સેકન્ડ હેન્ડ કાર 60 હજાર રૂપિયાથી મળવાની શરૂ થાય છે. તો એ અમાઉન્ટને ફાઇનાન્સ કરાવી શકાય છે. કારની સાથે એનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે. એટલે કે આ કારમાં કોઇ પણ પ્રકારની છેતરપિંડી થવાની શક્યતા નથી. કારની કિંમત પણ તમે બાર્ગેનિંગ પણ કરી શકો છો. 

જો તમે આ માર્કેટમાં કાર ખરીદવા જાવ છો તો એ ધ્યાન રાખો કે તમને કારનું દરેક પાર્ટસનું નોલેજ હોય. ખાસ કરીને કારના એન્જીનમાં ખરાબી હોઇ શકે છે. સાથે કોઇ પાર્ટ નકલી પણ હોઇ શકે છે. એવામાં જરૂરી છે કે તમે કોઇ એક્સપર્ટ અથવા મિકેનિકને સાથે લઇને જાવ.
 Recent Story

Popular Story