Second Hand Bike Buying Tips Second Hand Bike Buying Guide
કામની વાત /
તમે પણ સેકન્ડ હેન્ડ બાઈક ખરીદવાના પ્લાનમાં છો તો જાણી લો આ વાતો, નહીં તો પસ્તાશો
Team VTV01:51 PM, 23 Mar 20
| Updated: 03:58 PM, 23 Mar 20
અનેક વાર બજેટના અભાવે આપણે સસ્તામાં મળતી બાઈક ખરીદી લેવાની લાલચમાં આવી જઈએ છીએ. પણ જો બાઈક ખરીદતા આ વાતોનું ધ્યાન નહીં રાખો તો આ જેટલું ફાયદારૂપ હોઈ શકે છે તેટલું જ ખતરનાક પણ હોઈ શકે છે. જ્યારે પણ તમે સેકન્ડ હેન્ડ બાઈક ખરીદો છો ત્યારે તમારે કેટલીક ખાસ વાતોને ચેક કરવાનું જરૂરી બને છે. બાઈક ખરીદતી સમયે આ ડોક્યૂમેન્ટની જાણકારી રાખી લો તે જરૂરી છે.
સેન્ડ હેન્ડ બાઈક ખરીદતા ધ્યાન રાખો આ વાતો
જરૂરી ડોક્યૂમેન્ટની તપાસ કરો અને તમારી પાસે રાખો
શક્ય છે સેકન્ડ હેન્ડ બાઈક ખરીદ્યા બાદ તમારે મોટું નુકસાન સહન કરવું પડે
વીમા પોલીસી જરૂરી
વાહનની વીમા પોલીસી હોવી જરૂરી છે. વીમા વિના તમારું વાહન રીજનલ ટ્રાંસપોર્ટ ઓફિસમાં રજિસ્ટર થશે નહીં. વાહન ખરીદતા ધ્યાન રાખો કે તેના માલિકની પાસેથી વીમા પોલીસી ભૂલ્યા વિના લો. સાથે જ બાઈકના માલિક પાસે રોડ ટેક્સ કાર્ડ પણ લેવાનું રહેશે. વાહન ખરીદતી સમયે ચૂકવાયેલા ટેક્સનું તેમાં વિવરણ હોય છે. તેને રજિસ્ટ્રેશન ટ્રાંસફર કરવામાં આરટીઓમાં જમા કરાવવાનું રહે છે.
RC લેવાનું ભૂલશો નહીં
બાઈક ખરીદતી સમયે RC બુક લેવાનું ભૂલશો નહીં. બાઈક વેચનારાની પણ જવાબદારી બને છે કે તે તમને RC બુક આપે. ખરીદદારે RCમાં લખેલી ડિટેલ અને બાઈકમાં લખેલી ડિટેલ ચેક કરવી જોઈએ. RCમાં જે ચેસિસ નંબર અને નામ, ટેક્સ પેમેન્ટની સ્થિતિ અને રીજનલ ટ્રાંસપોર્ટ ઓફિસને વિશેની જાણકારી હોવી જોઈએ.
NOC લેવાનું ન ભૂલશો
જો આરસી બુકમાં બેંકનો સ્ટેમ્પ છે કો હાઈપોથિકેશનમાં કોઈ બેંકમાં ફાઈનાન્સ કંપનીનો ઉલ્લેખ છે તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિએ બાઈક ખરીદવા લોન લીધી છે. તેને વેચતી સમયે વ્યક્તિ પાસેથી ફોર્મ 35 કે બેંકથી અનાપત્તિ પત્ર NOC લેવું. તો તમે આરટીઓ સાથે નવી આરસીમાં બેંક લોનની એન્ટ્રી ખતમ કરી શકશો. બાઈક ખરીદતા પહેલાં તમામ તપાસ અને સર્ટિફિકેટનું ધ્યાન રાખો. નહીં તો તમે મુશ્કેલીમાં મૂકાઈ શકો છો.
PUC
જૂની બાઈક ખરીદતી સમયે પીયૂસી લેવાનું પણ ફરજિયાત છે. જો જૂના માલિક પાસે આ સર્ટિફિકેટ નથી તો તમારે આ સર્ટિફિકેટ બનાવડાવી લેવું જોઈએ.