ટિપ્સ /
સેકન્ડ હેન્ડ બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો ? તો આટલી બાબતની ખાસ રાખો કાળજી
Team VTV03:09 PM, 22 Mar 20
| Updated: 03:11 PM, 22 Mar 20
આપણે ઘણી વખત ઓછા બજેટને કારણે જુનામાંથી બાઇકની ખરીદી કરતા હોઇએ છીએ. પરંતુ બાઇકની ખરીદી પહેલા આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો નુકસાની ભોગવવાનો વારો આવતો નથી. ત્યારે અમે આપને આજે સેકન્ડ હેન્ડ બાઇકની ખરીદી કરતી વખતે કઇ બાબતનું ધ્યાન રાખવું જોઇએ તે અંગે જણાવીશું.
સેકન્ડ હેન્ડ બાઇક ખરીદતા પહેલા રાખો ખાસ ધ્યાન
આર.સી.બુક લેવાનું ક્યારેય ન ભૂલવું જોઇએ
PUC લેવું જરૂરી છે
બાઇકનો વીમો ખૂબ જ જરૂરી છે. આપને જણાવી દઇએ કે, વીમા વગરનું વાહન રીઝનલ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં રજીસ્ટર થઇ શકશે નહીં. માટે વાહન ખરીદતી વખતે આપણે ધ્યાન રાખવું જોઇએ કે, માલિક પાસેથી વીમા પોલીસીની માગણી કરવી. સાથે જ માલિક પાસેથી રોડ-ટેક્સ કાર્ડ પમ માગવું જોઇએ કારણ કે તેમાં વાહનની ખરીદી સમયે ચૂકવવામાં આવેલી રોડ ટેક્સની રકમની જાણકારી આપવામાં આવી હોય છે.
આર.સી.બુક લેવાનું ક્યારેય ન ભૂલવું જોઇએ
બાઇક ખરીદતી વખતે બાઇકની આરસી લેવાનું ભૂલશો નહીં. બાઇક વેચનારની પણ જવાબદારી છે કે તમે બાઇક વેચતી વખતે તમને આર.સી. બુક આપે. આ સાથે જ ખરીદનારે આરસીમાં લખેલી વિગતો અને બાઇકમાં લખેલી વિગતો સાથે મેળવી લેવી જોઇએ.
આરસી બુકમાં બાઇકનો ચેસીસ નંબર અને એન્જિન નંબર બાઇકના બોડી અને એંજિન પર સમાન નંબરનો હોવો જોઈએ. આ સિવાય આરસી બુકમાં બાઇકના માલિકનું નામ, ટેક્સ ચુકવણીની સ્થિતિ અને પ્રાદેશિક પરિવહન કચેરી (આરટીઓ) વગેરે વિશે પણ સંપૂર્ણ માહિતી હોવી જોઈએ.
લોન ધરાવતા વાહન માટે NOCલેવું ફરજીયાત છે
આ સાથે જ, જો બેંક આરસી બુકમાં સ્ટેમ્પ છે અથવા કોઈ બેંકમાં ફાઇનાન્સ કંપનીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો તેનો અર્થ એ છે કે તેને ખરીદવા માટે લોન લેવામાં આવી હતી. આવા કિસ્સામાં, તમારે બાઇક વેચતા બેંક પાસેથી ફોર્મ 35 અથવા નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) લેવું જોઈએ. તે પછી જ તમે આરટીઓમાંથી બનનારી નવી આરસીમાં બેંક લોનની એન્ટ્રી પૂર્ણ કરી શકશો. બાઇક ખરીદતી વખતે જો તમે ઉપરની બાબતોને ધ્યાનમાં ન રાખી હોય, તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેથી, બાઇક ખરીદતા પહેલા, તમારે સંપૂર્ણ તપાસ અને પ્રમાણપત્ર વગેરેની સંપૂર્ણ કાળજી લેવી જોઈએ. નહીં તો આ થોડી બેદરકારી તમને કોઈ મોટી મુશ્કેલીમાં મુકી શકે છે.
PUC લેવું જરૂરી છે
જુનું બાઇક ખરીદતી વખતે આપણે PUC લેવું જરૂરી છે. જો જુના માલિક પાસે આ સર્ટીફિકેટ ન હોય તો તાત્કાલિક અસરથી નવું કઢાવી લેવું જોઇએ.