second day of pm visit to gujarat road sho to dahegam from gandhinagar live updates here
ગુજરાત મુલાકાત /
એક વાર યુનિફોર્મ પહેરી લીધો તો દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ એવું ન સમજતા: રક્ષા શક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં PM મોદી
Team VTV01:17 PM, 12 Mar 22
| Updated: 01:39 PM, 12 Mar 22
PM મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનાં પદવીદાન સમારોહ સહિત ઘણા મહત્વના કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. જાણો તમામ માહિતી અને LIVE UPDATES
દેશમાં સુરક્ષા ક્ષેત્રની તમામ પરિભાષા બદલાઈ જશે
PM મોદી એ કહ્યું હતું કે જ્યારે દેશ આઝાદીના સો વર્ષની ઉજવણી કરશે ત્યારે રક્ષાના ક્ષેત્રની તમામ પરિભાષાઓ બદલાઈ ગઈ હશે. ટેકનોલોજી સહિતના ઘણા ક્ષેત્રોમાં તેજગતિએ પરિવર્તન આવી રહ્યું છે. PM મોદીની સલાહ
એક વાર યુનિફોર્મ પહેરી લીધો તો દુનિયા મુઠ્ઠીમાં આવી ગઈ એવું ન સમજતા, કોઈ ગરીબ, દલિત, વંચિતની પીડા સમજજો: PM મોદીની રક્ષા શક્તિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સલાહ
એક જમાનો હતો જ્યારે ભારતમાં IIM બની ત્યારે તેને આખા દેશમાં મોડલ માનવામાં આવતું હતું. ત્યાર પછી લો યુનિવર્સિટીને પણ એટલું જ સારું મોડલ માનવામાં આવ્યું હતું અને હવે તેમાં રક્ષા યુનિવર્સિટીનું કેમ્પસ પણ સામેલ થયું છે. મને વિશ્વાસ છે કે સમાજના ક્રીમ કહેવાતા લોકો અને તેમના બાળકો પણ અહીં શિક્ષણ મેળવવા માટે આવશે.
આ પોલીસ યુનિવર્સિટી નથી
PM મોદીએ કહ્યું હતું કે આ પોલીસ યુનિવર્સિટી નથી. આ આખા દેશની રક્ષા યુનિવર્સિટી છે. જરૂરી નથી કે અહીં ભણતા વિદ્યાર્થીઓ યુનિફોર્મ જ પહેરે. તેઓ દેશની રક્ષા માટે વિવિધ રીતે વિચારશે અને દેશને મદદ કરશે.
PM મોદીએ કહ્યું હતું કે ગાંધીનગરમાં વિશ્વની એકમાત્ર ફોરેન્સિક યુનિવર્સિટી આવેલી છે
હવે ટેક્નોલોજિ પણ મોટું હથિયાર
પ્રધાનમંત્રીજીએ કહ્યું હતું કે ટેક્નોલોજિ એક મોટું હથિયાર છે જે દુનિયાની મોટી મોટી ઘટનાઓમાં ક્રાઇમ કરવા માટે ઉપયોગ થાય છે અને તેનું નિરાકરણ લાવવા માટે પણ ટેકનોલોજી એટલી જ મહત્વની છે. ટ્રેનિંગ વિના સંભવ નથી.
ખૂબ વિપરીત પરિસ્થિતમાં નોકરી કરે છે
PM મોદીએ કહ્યું હતું કે પોલીસના મન પર એક મોટો સ્ટ્રેસ રહે છે. તેઓ અઢળક કામ કર્યા પછી માંડ ઊંઘવા માટે જઈ શકે છે. હવે વિભક્ત કુટુંબોમાં તેઓના સ્ટ્રેસ ઓછા કરવા માટે એક્સપર્ટસની જરૂર છે.
પોલીસનું ચરિત્ર વર્ષોથી ખોટું દર્શાવાયું
PM મોદીએ કહ્યું હતું એક આપણાં દેશનું દુર્ભાગ્ય છે કે ફિલ્મો બને તો સૌથી ખરાબ ચરિત્ર પોલીસનું દર્શાવવામાં આવે છે. ન્યૂઝપેપર્સ વાંચીએ તો પણ એવું જ લાગે. પણ સોશ્યલ મીડિયામાં કોરોનાકાળમાં વાયરલ થયેલા કેટલાય પુરાવા છે કે જે દર્શાવે છે કે પોલીસે આ વિપરીત સમયમાં કેટલી મદદ કરી છે.
PM મોદી કરી રહ્યા છે સંબોધન
રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે આજે આ મારા માટે પણ મહત્વનો દિવસ છે. એક સમયે આજના દિવસે જ દાંડી યાત્રાની શરૂઆત થઈ હતી.
PM મોદીએ કહ્યું હતું કે દેશમાં આર્મી અને પોલીસ બંને માટે લોકોનો દ્રષ્ટિકોણ અલગ છે. હવેનાં સમયમાં ટ્રેઈન્ડ મેન પાવરની જરૂર છે.
21મી સદીના પડકારોની સામે રક્ષા ક્ષેત્રમાં વ્યવસ્થા સુધરે તે માટે આ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો જન્મ થયો: PM મોદી
કેન્દ્રીય ગૃહમંત્રીનું સંબોધન
પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરી રહ્યા છે સંબોધન. તેમણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી પોલીસસ્ટેશનને 100 ટકા ક્મ્પ્યુટરાઇઝ કરનારું પ્રથમ રાજ્ય ગુજરાત હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાતની અંદર દેશની સૌથી સારી લો યુનિવર્સિટી બનાવવાનું કામ પણ પ્રધાનમંત્રીજીએ એ સમયે કર્યું હતું.
PM મોદીના વખાણ
તેમણે કહ્યું હતું કે જ્યારે PM મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, લો યુનિવર્સિટી અને ફોરેન્સિક સાયન્સ માટે અલગ યુનિવર્સિટી બનાવી હતી. અને સરસ વ્યવસ્થા કરી હતી. તેમણે ત્યારે બનવડાવેલો સોફ્ટવેર આજે પણ કામ લાગે છે. તેમણે વિદ્યાર્થીઓને કર્મયોગી બનાવવા માટે મદદ કરી હતી.
પદવીદાન સમારોહ શરૂ
PM મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટમાં પદવીદાન સમારોહ શરૂ થઈ ચૂક્યો છે.
રક્ષા યુનિ.ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન
PM મોદીએ દહેગામમાં કર્યુ રાષ્ટ્રીય રક્ષા યુનિ.ના નવા કેમ્પસનું ઉદ્ઘાટન. આ યુનિવર્સિટીની સ્થાપન 2009 માં થઈ હતી. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા. હવે આ યુનિવર્સિટીને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર
આ કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાત રાજ્યના રાજ્યપાલ પણ હાજર છે.
PM મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનાં પદવીદાન સમારોહમાં
આજે પદવીદાન સમારોહમાં હાજરી આપવા માટે PM મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહોંચ્યા હતા. ગૃહમંત્રી અમિત શાહે કર્યું અભિવાદન
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટમાં આજે પ્રથમ પદવીદાન સમારોહ છે. જ્યાં 1090 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે તેમજ 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપવામાં આવશે. અને 13 વિદ્યાર્થીઓને ડૉક્ટરેટની ડિગ્રી આપવામાં આવશે.
PM મોદીની ગુજરાત મુલાકાતનો બીજો દિવસ
PM મોદીનો કાફલો મોટા ચીલોડા પહોંચ્યો. અહીં મોટી સંખ્યામાં લોકોએ PM મોદીનું સ્વાગત કર્યું હતું. PM આજે રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા માટે દહેગામ જઈ રહ્યા છે.
રસ્તાની બંને તરફ હકડેઠઠ ભીડ
PM ની એક ઝલક મેળવવા માટે રસ્તાની બંને તરફ હકડેઠઠ ભીડ જોવા મળી રહી છે. લોકોનું અભિવાદન ઝીલતા પીએમ મોદીનો રોડ શો આગળ વધી રહ્યો છે. ખુલ્લી જીપમાં સવાર થઈને પીએમ મોદીની એક ઝલક નિહાળવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ખુલ્લી જીપમાં પીએમ મોદી સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સવાર છે.
રક્ષાશક્તિ યુનિવર્સિટી માટે PM મોદીનું પ્રસ્થાન
આજે બીજા દિવસે રાજભવનથી રક્ષાશક્તિ યુનિવર્સિટી માટે PM મોદીનું પ્રસ્થાન થઈ ચૂક્યું છે અને રસ્તામાં અનેક ગામડાઓ અને સ્થળોએ પ્રધાનમંત્રીનું સ્વાગત કરવા માટે લોકો પણ એકઠા થયા છે.
દહેગામ તાલુકાના લવાડ ખાતે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પ્રથમ પદવીદાન સમારોહનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સહિતના ઉપસ્થિત રહેશે. 10 યુનિવર્સિટીના વડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
At 11 AM, I will be at the Rashtriya Raksha University, where I am honoured to be delivering the Convocation address. A building in the university will also be dedicated to the nation.
PMને આવકારવા દહેગામમાં એન્ટ્રી પોઇન્ટ પર સ્ટેજ બનાવાયું છે. ભાજપ કાર્યકરો અને સ્થાનિકો PMની એક ઝલક માટે ઉમટ્યા છે.
દહેગામમાં વડાપ્રધાનની રાહ જોવાઈ રહી છે. નાના બાળકોથી મોટેરા વડાપ્રધાનને આવકારવા ઉત્સુક છે. દહેગામના એન્ટ્રી પોઇન્ટ પર જ PM મોદીને આવકારવા સ્થાનિકો ઉમટ્યા ગાયક વિજય સુંવાળા ગીતોથી વડાપ્રધાનને આવકારશે
તાજેતરમાં આપમાંથી ભાજપમાં જોડાયેલા વિજય સુંવાળા ગીતોથી વડાપ્રધાનને આવકારશે.
મહિલાઓ થઈ ગઈ ભાવુક
PM મોદીની મુલાકાતને લઈને દહેગામ સહિતના વિસ્તારોમાં અનેક મહિલાઓ ભાવુક થઈ ગઇ હતી તો કોઈ રડી પડી હતી. ભાવુક થઈ ગયેલી એક મહિલાની આંખમાંથી આંસુ પડી ગયા હતા. એક મહિલાએ PM ને દિવ્ય પુરુષ ગણાવ્યા હતા. તો કોઈએ PM ને I love you કહી દીધું હતું. એક મહિલાએ પીએમને ભગવાન, જગના નાથ, સાઈ બાબા સાથે સરખાવ્યા હતા.
ભાજપના ગુજરાત મિશન - 2022 અંતર્ગત પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ પ્રમાણે પ્રધાનમંત્રી મોદીનો આજે 12 માર્ચનો કાર્યક્રમ જોઇએ તો સવારે 10 વાગ્યે રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સીટી જવા રવાના થશે. ગાંધીનગરથી દહેગામ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે. સવારે 11 વાગે રક્ષાશક્તિ યુનિવર્સીટી પહોંચશે અને ત્યારબાદ સવારે 11.15 વાગે રક્ષાશક્તિ યુનિવર્સીટીના નવા સંકુલનુ લોકાર્પણ કરશે. આ સાથે પદવીદાન સમારોહમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આ પછી તેઓ બપોરે 1 વાગે રાજભવન પહોંચશે. જયાં તેઓ સાંજ 6 વાગ્યા સુધી રોકાણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી સાંજે 6 વાગે સરદાર પટેલ સ્ટેડિયમ જવા રવાના થશે અને સાંજે 7 કલાકે SP સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ 2022ને ખુલ્લો મુકશે. આ સાથે તેઓ હજારોની જનમેદનીને સંબોધન કરશે. ત્યારબાદ રાત્રે 8 વાગે સ્ટેડિયમથી એરપોર્ટ રવાના થશે. રાત્રીના 8.30 વાગે અમદાવાદથી દિલ્લી રવાના થશે.
12 માર્ચે માટેનું જાહેરનામું
હુકમ : અમદાવાદ શહેરમાં તા.૧૨/૩/૨૦૧૨ ના રોજ સરદાર પટેલ સ્ટેડીયમ, નવરંગપુરા ખાતે “ખેલ મહાકુંભ-૨૦૨૨” નો કાર્યક્રમ યોજાનાર છે. જે કાર્યક્રમ દરમિયાન નીચે જણાવેલ માર્ગ/વિસ્તાર પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત ડાયવર્ઝન કરવામાં આવે છે. વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત
અમદાવાદના પીરાણા ખાતે આયોજિત આ બેઠક ખૂબ જ મહત્વની મનાય છે અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે ગૃહપ્રધાન અમિત શાહ બેઠકમાં સામેલ થઈ શકે છે.સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદના પીરાણા ખાતે તાત્કાલિક હેલિપેડ બનાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આરએસએસની આ બેઠક 13 માર્ચ સુધી ચાલવાની છે. જેમાં મોહન ભાગવત સહિતના રાષ્ટ્રીય સ્તરના હોદ્દેદારો ભાગ લીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે, PM મોદી, મોહન ભાગવત અને અમિત શાહ અમદાવાદમાં ગુપ્ત બેઠક કરશે.