બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Second budget session of Parliament from today including Adani and China Opposition to surround government on these issues

સંસદ સત્ર / આજથી સંસદનું બીજું બજેટ સત્ર: અદાણી અને ચીન સહિત આ મુદ્દાઓ પર સરકારને ઘેરશે વિપક્ષ

Arohi

Last Updated: 09:18 AM, 13 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંસદના બજેટ સત્રનો બિજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. તેના માટે વિપક્ષ સરકારને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યું છે. તેના પર ચર્ચા માટે આજે વિપક્ષના નેતાની બેઠક બોલાવવામાં આવી છે. ત્યાં જ કોંગ્રેસ સાંસદના સુરેશે કહ્યું કે તેમની પાર્ટી અદાણી-હિંડનબર્ગના મુદ્દાને ઉઠાવતી રહેશે કારણ કે સરકારે હજુ સુધી વિવાદ પર જવાબ નથી આપ્યો.

  • સંસદના બજેટ સત્રનો આજે બિજો તબક્કો 
  • વિપક્ષ સરકારને ઘેરવા બનાવશે રણનીતિ 
  • સરકારે હજુ સુધી વિવાદ પર નથી આપ્યો જવાબ 

સંસદના બજેટ સત્રનો બિજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે. આ સત્રમાં કુલ 17 બેઠકો હશે. સોમવારથી શરૂ થતું આ સત્ર 6 એપ્રિલ સુધી ચાલશે. વિપર્ષના નેતા મલ્લિકાર્જુન અડગેએ બજેટ સત્રના બીજા તબક્કાની રણનીતિ તૈયાર કરવા માટે સોમવારે સવારે વિપક્ષી પાર્ટીઓની બેઠક બોલાવી છે જાણકારી અનુસાર વિપક્ષ તપાસ એજન્સિઓના મુદ્દા પર સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે. 

સૂત્રો અનુસાર રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેની ઓફિસમાં સવારે લગભગ 10 વાગ્યે વિપક્ષી નેતાઓની બેઠક થઈ શકે છે. ત્યાં જ કોંગ્રેસના સાંસદ પાર્ટીની રણનીતિ પર મંથન માટે આ બેઠક પહેલા કોંગ્રેસ સંસદિય પક્ષનાં એકત્ર થશે. 

સરકારને આ મુદ્દે ઘેરવાની તૈયારી 
એજન્સી અનુસાર વિપક્ષ તપાસ એજન્સીઓના કથિત દુરઉપયોગ, હિંડનબર્ગ-અદાણી વિવાદ, ચીનને લઈને થયેલો વિવાદ, મૂલ્ય વૃદ્ધિ અને બેરોજગારી જેવા મુદ્દા પર સરકારને ઘેરવાની તૈયારી કરી રહ્યું છે. 

ત્યાં જ કોંગ્રેસ અડાણી ગ્રુપ સાથે જોડાયેલા આરોપોની સંયુક્ત સંસદીય સમિતિથી તપાસ કરવાની માંગ કરી રહીં છે. કોંગ્રેસ સાંસદના સુરેશે કહ્યું કે તેમની પાર્ટી અદાણી-હિંડનબર્ગ મુદ્દાને ઉઠાવતી રહેશે કારણ કે સરકારે હુજ સુધી વિવાદ પર જવાબ નથી આપ્યો. 

તપાસ એજન્સીઓને લઈને સરકારને ઘેરવાની તૈયારી 
આ સાથે જ વિપક્ષી પાર્ટીની તપાસ એજન્સિઓના ઉપયોગને લઈને પણ સરકારને ઘેરવાની તૈયારી કરી છે. હકીકતે હાલમાં જ લેંડ ફોર જોબ સ્કેમના કેસમાં આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ અને તેમના દિકરાએ કહ્યું EDની રેડ થઈ હતી.

સાથે જ સમાજવાદી પાર્ટી, વામ દળો અને DMKએ પણ કેન્દ્ર સરકાર પર તપાસ એજન્સિઓના દુરૂપયોગનો આરોપ લગાવ્યો છે. 

મલ્લિકાર્જુન અડગેએ મોદી સરકાર પર લગાવ્યા આ આરોપ 
લોકસભામાં કોંગ્રેસ વ્હિપ મણિકમ ટેગોરે ભાર આપી કહ્યું છે કે કોંગ્રેસ એજન્સિઓના દુરઉપયોગના મુદ્દાને મજબૂતીથી ઉઠવશે. તેના પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન અડગેએ મોદી સરકાર પર વિપક્ષી નેતાઓના વિરૂદ્ધ તપાસ એજન્સીઓનો દુરૂપપોગ કરી લોકતંત્રની હત્યાનો કુટિલ પ્રયાસનો આરોપ લગાવ્યો હતો. 

એક મહિના બાદ શરૂ થયુ બજેટ સત્ર 
બજેટ સત્ર એક મહિનાના લાંબા અવકાશ બાદ ફરી શરૂ થઈ રહ્યું છે. ટીએમસીના સાંસદ ડેરેક ઓ'બ્રાયને કહ્યું કે તૃણમૂળ કોંગ્રસ બજેટ સત્રના બીજા ચરણના વખતે એલઆઈસી અને એસબીઆઈના નુકસાન, જરૂરી વસ્તુઓની કિંમતોમાં વધારો, બેરોજગારી અને કેન્દ્રીય એજન્સીઓના દુરૂપયોગના મુદ્દાઓને ઉઠાવવાની તૈયારી કરી રહી છે.  

સંકળાયેલા મુદ્દાઓ

China Parliament adani budget session અદાણી ચીન સંસદ સંસદ સત્ર budget session of Parliament
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ